26th January selfie contest

ભારતની આર્થિક શક્તિનો સાઉદી અરબને થયો અહેસાસ, કરી આ મોટી જાહેરાત

PC: indiatimes.com

સાઉદી અરબ ક્રૂડ ઓઈલની આપૂર્તિ માટે ભારતને ક્ષેત્રીય કેન્દ્ર બનાવવા અંગે વિચાર કરી રહ્યુ છે અને ભંડારણ સુવિધાઓના નિર્માણ તેમજ રિફાઈનરીને સુદૃઢ કરવામાં અરબો ડૉલરનું રોકાણ કરશે. દુનિયાના સૌથી મોટા તેલ નિર્યાતક સાઉદી અરબ અહીં પેટ્રોલિયમ ઉત્પાદકોના વિતરણ અને વિવરણ ક્ષેત્રમાં પણ નિવેશ કરશે. સાથે જ ભારતને પેટ્રોરસાયણ ક્ષેત્રમાં બુનિયાદી ઢાંચાને મજબૂત કરવામાં મદદ કરશે.

સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાનના પ્રતિનિધિમંડળમાં સામેલ વિદેશ મંત્રી અદેલ બિન અહમદ અલ-ઝુબેરે કહ્યુ હતુ કે, તેમનો દેશ ભારતને વધકી આર્થિક શક્તિના રૂપમાં જુએ છે અને તેની આગળની વૃદ્ધિને લઈને આશાવાન છે. સાઉદી અરબના વિદેશ મંત્રીએ ગત અઠવાડિયે કહ્યુ હતુ કે, અમે ભારતના ક્ષેત્રમાં ક્રૂડ ઓઈલની આપૂર્તિનું કેન્દ્ર બનાવવા અંગે વિચાર કરી રહ્યુ છે. અમે અહીં ભંડારણ સુવિધાઓ બનાવવા અંગે વિચાર કરી રહ્યુ છે. અમે રિફાઈનરી અને વિતરણ તેમજ વિપરણ ક્ષેત્ર અંગે પણ વિચાર કરી રહીએ છીએ.

તેમણે કહ્યુ હતુ કે, અમે એવી સુવિધામાં નિવેશ કરી રહ્યા છીએ, જે ભારતને પેટ્રોલિયમ ઉત્પાદનોના આયાત અને નિર્યાતના કાબેલ બનાવશે. સાઉદી અરબે હાલમાં જ એ જાહેરાત કરી હતી કે દુનિયાની સૌથી મોટી તેલ નિર્યાતર કંપની સાઉદી અરામકો મહારાષ્ટ્રમાં 44 અબજ ડૉલરના ખર્ચે સંયુક્ત ઉદ્યમ અંતર્ગત સ્થાપિત થનારી રિફાઈનરી પરિયોજનામાં ભાગીદાર બનશે.

આ દુનિયાની સૌથી મોટી રિફાઈનરી હશે, જેનું નિર્માણ એકવારમાં જ કરવામાં આવશે. અલ-ઝુબેરે કહ્યુ હતુ કે, અમે ભારતની ભાગીદારી સાથે 44 અબજ ડૉલરના ખર્ચે સૌથી મોટી રિફાઈનરી પરિસર બનાવી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, અમે ભારતને એક ઉભરતી આર્થિક શક્તિ અને એક સ્થિર તેમજ અવસરોવાળા દેશનાં રૂપમાં જોઈએ છીએ. આથી અમે ભારતની સાથે સારા અને મજબૂત સંબંધો ઈચ્છીએ છીએ. સાઉદી અરબના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, તેમનો દેશ ભારતની ઓઈલની માંગ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે, હજુ વધુ ક્રૂડ ઓઈલ વેચવા માટે તૈયાર છીએ.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp