SBI કરી રહ્યું છે 1000 મિલકતની હરાજી, સસ્તામાં ખરીદી શકાશે ઘર અને દુકાન

PC: rupeeiq.com

ઘર ખરીદવા અથવા કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા હોય એવા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દેશભરમાં એક હજાર મિલકતોની મેગા ઇ-ઓક્શન કરી રહી છે. આ ઇ-ઓક્શન 10 ડિસેમ્બરથી શરૂ થશે. હરાજીમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.

આ માટે તમારે એસબીઆઈની વેબસાઇટ www.sbi.auctiontiger.net પર રજિસ્ટ્રેશન કર્યા બાદ જ તમે ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશો. એસબીઆઇ બેન્ક ડિફોલ્ટરો પાસેથી તેના પૈસા વસૂલ કરવા માટે આ પ્રોપર્ટીઝની હરાજી કરી રહી છે. એસબીઆઈના જણાવ્યા અનુસાર પ્રોપર્ટીઝની હરાજીમાં પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવશે. આ ઉપરાંત, તમને પ્રોપર્ટી ફ્રી હોલ્ડ અને લીઝ હોલ્ડ વિશેની માહિતી પણ આપવામાં આવશે.

કેવી રીતે થશે હરાજીની પ્રક્રિયા?

ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે તમારે મિલકત સંબંધિત અર્નેસ્ટ મની ડિપોઝિટ (ઇએમડી) કરાવવું પડશે. આ ઉપરાંત, સંબંધિત બેંક શાખામાં કેવાયસી દસ્તાવેજો આપવા પડશે અને તેમાં તમારા ડિજિટલ હસ્તાક્ષર હોવા પણ આવશ્યક છે. ઇએમડી અને કેવાયસી દસ્તાવેજો રજૂ કર્યા પછી બેંક વતી અરજી કરનારને ઇ-ઓક્શન માટે ઇ-મેઇલ આઈડી મોકલવામાં આવશે. હરાજી દરમિયાન તમે લોગઇન કરી તે મિલકત માટે બોલી લગાવી તેને ખરીદી શકશો. આ ઉપરાંત, વધુ માહિતી માટે તમે www.bankeauctions.com/sbi પર જઈ માહિતી મેળવી શકો છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp