કેમિકલના પાણીની અસર જુઓ 5 ચિંકારાના મોત થયા

PC: khabarchhe.com

ઔદ્યોગિકરણની આંધળી દોટ કેટલી ઘાતક થવાની છે તેનું આ ધ્રુજાવી મૂકનારું ઉદાહરણ છે, ભાવનગર પાસે આવેલા નર્મદ ગામ પાસે વિવિધ ફેકટરીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી ચિંકારાએ પી જતા પાંચ ચિંકારાના મોત થયા છે. આ ઘટના બાદ અનેક રજુઆત છતાં ફેકટરી માલિકો સામે પગલાં નહીં ભરનાર સ્થાનિક તંત્ર અને વન વનવિભાગે દોડધામ કરી મૂકી છે.

ભાવનગરના આસપાસ વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીઓ કેમિકલયુક્ત પાણી ગેરકાયદે છોડી રહી છે, તેવી સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક ફરિયાદ થઈ છે. થોડા સમય પહેલા આ વિસ્તારમાં એક હજાર કરતા વધુ ચકલીઓ મૃત્યુ પામી હતી છતાં તંત્રને તેની કોઈ અસર થઈ નહોતી. પરંતુ સોમવારે પાંચ ચિંકારા ગરમીથી બચવા ફેકટરીના વહી રહેલા પાણી પી જતા થોડીવારમાં તરફડી મરી ગયા હતા. ખેડૂતોએ વન વિભાગને જાણ કરતા અધિકારીએ દોડી આવ્યા હતા. તેમને મૃત ચિંકારા ભાવનગર લાવી મોતનું કારણ જાણવાની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp