26th January selfie contest

આવનારા 15 દિવસમાં PayTM સહિત આ પાંચ કંપનીઓના આવી રહ્યા છે IPO

PC: firstpost.com

ફરી એકવખત IPO માર્કેટમાં તેજી આવવાની છે. નવેમ્બર મહિનાના પહેલા પંદર દિવસમાં PayTM સહિત પાંચ કંપનીના IPO આવી રહ્યા છે. આ IPOની મદદથી કુલ રૂ,27000 કરોડ ઊભા થાય એવી પૂરી શક્યતાઓ છે. આ દરમિયાન ત્રણ અન્ય કંપનીઓના IPO આવી રહ્યા છે. જેમાં KFC અને પિઝાહટનું સંચાલન કરતી કંપની સફાયર ફૂડ્સ, SJS એન્ટરપ્રાઈઝ અને સિંગાચી ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે.

બ્યુટી અને વેલનેસ પ્રોડક્ટના ઓનલાઈન માર્કેટપ્લેસ નાયકાનું સંચાલ કરતી કંપની FSN ઈ-કોમર્સ વેન્ચર લિ. અને ફિનો પેમેન્ટ બેંકના IPO શરૂ થઈ ગયા છે. નાયકાના IPOનો એક નંબર અને ફિનો પેમેન્ટ બેંકના IPO તા. 2 નબેમ્બરના રોજ બંધ થશે. નાયકાના IPOમાંથી રૂ. 5352 અને ફિનો પેમેન્ટ બેંકના IPOમાંથી રૂ.1200 કરોડ એકઠા થાય એવી આશા છે. કુલ મળીને આ સાત કંપનીઓના IPOમાંથી રૂ.33500 કરોડ એકઠા થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તા. 29 સપ્ટેમ્બર પહેલા આદિત્ય બિરલા એએમીનો રૂ. 2778 કરોડનો IPO આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં અત્યારસુધીમાં કુલ 41 કંપનીઓના IPOમાંથી 66915 કરોડની રકમ ઊભી થઈ છે. આ સિવાય પણ પાવરગ્રીડ કોર્પોરેશન IPOમાંથી 7735 કરોડની રોકડ તથા બુકફિલ્ડ ઈન્ડિયા રીયલ એસ્ટેટ ટ્રસ્ટના IPOમાંથી 3800 કરોડ એકઠા થયા છે. બીજી તરફ ચાલુ વર્ષે નાની કંપનીઓના શેરે રોકાણકારોને મોટું અને સારૂ એવું રીટર્ન આપ્યું છે. નાની કંપનીઓના શેરનું પ્રદર્શન મોટી કંપનીઓની તુલનામાં સારૂ રહ્યું છે. આ વર્ષે BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 7333.47 પોઈન્ટ એટલે 35.51 ટકા ઉછળ્યો છે.

આ અંગે ટ્રેડિંગોના સ્થાપક અને માર્કેટ નિષ્ણાત પાર્થ ન્યતિએ કહ્યું કે, મીડકેપ અને સ્મોલકેપના શેરમાં પ્રદર્શન સુધરી રહ્યું છે. ટ્રેડ માર્કેટની તુલનામાં સારૂં પ્રદર્શન થવા પાછળનું બીજું કારણ નાના રોકાણકારોની મજબુત ભાગીદારી જોવા મળી રહી છે. જેના કારણે નાના ઉદ્યોગોને પણ મોટી મદદ મળી રહી છે. જો આ વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા છ મહિનામાં વિદેશી સંસ્થાગત રોકાણકારો સતત વેચાણ કરી રહ્યા છે. મોટી કંપનીઓના શેર નાની કંપનીઓના શેર કરતા ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. આ પણ એક કારણ રહ્યું છે. વૈશ્વિક શેર માર્કેટની તુલનામાં ભારતીય શેર માર્કેટનું પર્ફોમન્સ ઘણુ સારૂ રહ્યું છે. હજુ પણ ઘણી કંપનીઓ IPO અંગે વિચાર કરી રહી છે. જોકે, આ બધા કરતા નાના રોકાણકારોને આશા કરતા મોટો ફાયદો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp