GIS ટ્રેન્ડ સેટર પ્રોજેક્ટોમાં સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ્સનો દબદબો

PC: khabarchhe.com

ગુજરાત ઈનોવેશન સોસાયટીના ઍવોર્ડ સમારોહમાં આ વખતે ટ્રેન્ડ સેટર ઍવોર્ડમાં વિવિધ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટો પણ ઝળક્યા હતા જેમાં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) પ્રેરિત બે ઈનોવેટીવ સ્ટાર્ટઅપ પ્રકલ્પોનો પણ સમાવેશ થતો હતો. શહેરની હોટેલ ક્રાઉન પ્લાઝામાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) પ્રેરિત બે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટો - વિનગ્લોબ ગ્રીનટેક અને સેન બર્ન પ્રોજેક્ટોને રાજ્ય સ્તરે ચમકવાનો મોકો મળ્યો છે. આ ઍવોર્ડ માટે 100થી વધુ અરજીઓ આવી હતી તેમાંથી GTU પ્રેરિત બે સ્ટાર્ટઅપ મેદાન મારી ગયા હતા. આમાં GTUના પ્રથમ પ્રોજેક્ટમાં કૃષિ સંલગ્ન ઈનોવેટીવ પ્રોડક્ટોને લગતા પ્રોજેક્ટ વિનગ્લોબ ગ્રીનટેકની ટીમમાં અંજીલ જૈન, મનન પટેલ, ગૌરવ સાંખલા અને ભુમેશ સેઠનો સમાવેશ થાય છે. બીજો પ્રોજેક્ટ સેનિટરી નેપકીન નષ્ટ કરનાર ઈનોવેટીવ મશીન સેન બર્ન બનાવનાર અર્ચન મહેતાનો સમાવેશ થાય છે.

ફાર્માસ્યુટીકલ્સ-ન્યુટ્રાસ્યુટીકલ્સના ક્ષેત્રમાં ઈનોવેશન લાવનાર સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ એક્યુપ્રેકના ડિરેક્ટર અને ચીફ સાયન્ટીફિક ઑફિસર ડૉ. રીના ગોકાણીને ટ્રેન્ડ સેટર ઍવોર્ડ એનાયત કરવામાંઆવ્યો હતો. એક્યુપ્રેક દ્વારા ૧૧ ઈનોવેટીવ પ્રોડક્ટોની પેટન્ટ મેળવવામાં આવી છે. આમાંથી એક ઈનોવેટીવ પ્રોજેક્ટ લિપ્સ્ટીકનો છે કે જે લગાવવાથી લોહ તત્ત્વ, ,વિટામીન બી ૧૨, ફોલિક એસિડ અને વિટામીન સી મળે છે.

સમારોહમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત GTUના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠના હસ્તે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાઈનના ડિરેક્ટર પ્રદ્યુમ્ન વ્યાસને પણ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. GTUના બે સ્ટાર્ટઅપને મળેલા ઍવોર્ડ વિશે પ્રતિક્રિયા આપતા ડૉ. શેઠે જણાવ્યું હતું કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી બનાવીને તેને અમલમાં મૂકનાર ગુજરાત ભારતમાં સૌપ્રથમ રાજ્ય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ઈનોવેટીવ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટોને રાજ્ય સરકાર તરફથી ઘણી સહાય મળે છે.

GTUની કૉલેજોના વધુને વધુ વિદ્યાર્થીઓએ તેનો લાભ લેવો જોઈએ. કોઈપણ ઈનોવેટીવ પ્રોજેક્ટનું પ્રોડક્ટમાં રૂપાંતર થઈ શકે એમ હોય અને તેમાંથી આર્થિક રીતે પોષણક્ષમ બને ઍવો પ્રોજેક્ટ તૈયાર થઈ શકે એમ હોય તો ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર તરફથી સ્ટાર્ટઅપ નીતિ અન્વયે નાણાકીય સહાય આપવામાં આવે છે. તેના માટે સ્ટાર્ટઅપગુજરાત.ઈન વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહે છે અને તેમાં ઈન્સ્ટીટ્યુટમાં નોડલ એજન્સી તરીકે GTUની પસંદગી કરવાની રહે છે. GTU સ્ટાર્ટઅપના તે પ્રોજેક્ટમાં કેટલી પ્રગતિ થઈ તેની જાણકારી મેળવતી રહે છે અને તેના આધારે વધુ સહાય આપવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp