જુલાઇમાં કારના વેચાણમાં આ બે કંપનીઓની કારે બાજી મારી

PC: autobizz.in

સોમવારે ઓટો સેક્ટરના જુલાઇ મહિનામાં વેચાણના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી આગળ રહ્યા છે. જ્યાં ટાટા મોટર્સનું કુલ વેચાણ વાર્ષિક આધારે 52 ટકા વધ્યું છે, જ્યારે મહિન્દ્રાની કારોના વેચાણમાં 33 ટકાનો વધારો આવ્યો છે.

વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સનું કુલ વેચાણ જુલાઇ, 2022માં વાર્ષિક આધાર પર 51.12 ટકા વધીને 81790 યુનિટ થઇ ગયું. મજબૂત માગના કારણે વેચાણમાં આ વધારો થયો છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાં ટાટાની કારોના વેચાણનો આંકડો 54119 યુનિટ રહ્યો હતો. ઘરેલુ બજારમાં પેસેન્જર વેહિકલનું વેચાણ 57 ટકા વધીને 47505 યુનિટ પર પહોંચ્યું છે, જે ગયા વર્ષે આ જ મહિનામાં 30185 યુનિટ રહ્યું હતું.

આનંદ મહિન્દ્રાના નેતૃત્વ વાળી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે જુલાઇમાં વેચાણના આંકડા જાહેર કર્યા છે અને કહ્યું છે કે, વાર્ષિક આધાર પર 33 ટકા વધારીને 28053 યુનિટ થઇ ગયું છે. 2021માં જુલાઇ મહિનામાં કંપનીનું વેચાણ 21046 યુનિટ રહ્યું હતું. આ દરમિયાન ઘરેલુ ઉપયોગિતા વાળા વાહનોનું વેચાણ 34 ટકા વધીને 27854 યુનિટ રહ્યું હતું, જે ગયા વર્ષે 20797 યુનિટ હતું.

મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર થયેલા આંકડા જોઇએ તો, જુલાઇ 2022માં કુલ વેચાણમાં 8.28 ટકાની તેજી રહી હતી સાથે 175916 યુનિટનું વેચાણ થયું હતું. MSILએ શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું છે કે, ગયા વર્ષે જુલાઇમાં 162462 યુનિટનું વેયાણ થયું હતું. કંપનીના પેસેન્જર વેહિકલનું વેચાણ 6.82 ટકા વધીને 142850 યુનિટ રહ્યું છે, જે 2021ના આ જ મહિનામાં 133732 યુનિટ રહ્યું હતું.

મારૂતિ સુઝુકી ઇન્ડિયા તરફથી જાહેર નિવેદનમાં કહેવાયું છે કે, ઇલેક્ટ્રોનિક ઉપકરોણની અછત અને સપ્લાઇમાં મુશ્કેલીના કારણે વાહનોના ઉત્પાદન પર અસર પડી રહી છે. નાની કારો જેવી કે, ઓલ્ટો અને એસ્પ્રેસોની 20333 યુનિટનું વેચાણ થયું. આ કારોના વેચાણનો આંકડો ગયા વર્ષે 19685 યુનિટ રહ્યો હતો.

અન્ય કંપનીઓની વાત કરીએ તો હ્યુન્ડાઇ ઇન્ડિયાની કુલ કારોના વેચાણમાં 6 ટકાનો વધારો થયો છે અને 63851 યુનિટ થયું છે. તે સિવાય બજાજ ઓટોની વાત કરીએ તો જુલાઇ મહિનામાં કંપનીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp