ટાટા દેશની સર્વશ્રેષ્ઠ બ્રાન્ડ, રિલાયન્સ બીજા નંબર પર

PC: vccircle.com

દુનિયાની પ્રમુખ બ્રાન્ડ કન્સલટન્સી ફર્મ ઇંટરબ્રાન્ડે 2019મા બેસ્ટ ઇન્ડિયન બ્રાન્ડની યાદી જાહેર કરી છે જેમાં ટાટાને દેશની સૌથી સર્વશ્રેષ્ઠ બ્રાન્ડ ગણાવવામાં આવી છે. ટાટા પછી રિલાયન્સને બીજો નંબર મળ્યો છે જ્યારે એરટેલને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. 2018 માં ત્રણ ફેક્ટર નાણાંકિય પ્રદર્શન, તેનું સારાપણું અને ગ્રાહકોની પસંદગીને પ્રભાવિત કરવાની ભૂમિકાના આધારે રેંકિંગ કરવામાં આવી છે. આ યાદીમાં 40 બ્રાન્ડ સામેલ છે.

દેશની ટોપ બ્રાન્ડ

બ્રાન્ડ       વેલ્યુ (કરોડમાં)
ટાટા        78,722
રિલાયન્સ  42,822
ભારતી એરટેલ 32,235
HDFC બેંક  29,963
LIC         28,095
ઇન્ફોસિસ    24,367
મહિન્દ્રા ગ્રુપ 18,389
ICICI બેંક   16,993
ગોદરેજ   16897

ટાટાની બ્રાન્ડ વેલ્યુમાં 2018માં 6 ટકા વધારો થયો છે, જેમાં TCSનો મહત્વનો ભાગ છે. રિલાયન્સની બ્રાન્ડ વેલ્યુમાં 12 % નો વધારો થયો છે, જેમાં જિયોને લીધે ફાયદો થયો છે. બીજી તરફ એરટેલની બ્રાન્ડ વેલ્યુમાં 13 % નો ઘટાડો નોંધાયો છે.

યાદીમાં સામેલ 40 બ્રાન્ડની કુલ વેલ્યુ 5.2% વધીને 50.03 અબજ રૂપિયા થઇ છે. જેમાં ફાયનાન્સિયલ સેક્ટરની કંપનીઓનો સૌથી 27%  અને ઓટોમોબાઇલનો 10 % યોગદાન રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp