Maruti Suzukiની સૌથી લોકપ્રિય કાર Altoનું ઘટ્યું વેચાણ, હવે આ કાર બની નંબર 1

PC: maxabout.us

Maruti Suzukiની સૌથી લોકપ્રિય કાર અલ્ટોનું વેચાણ પ્રથમ વખત ઘટી ગયું છે. નવેમ્બરમાં આ કાર કંપનીના ટોચના 3 મોડલ્સમાંથી બહાર નીકળી હવે ચોથા સ્થાન પર આવી ગઈ છે. ઓક્ટોબર 2018માં કંપનીએ અલ્ટોના 22,180 એકમો વેચ્યા હતા પરંતુ નવેમ્બરમાં આ વેચાણ 18,463 એકમ થઈ ગયું હતું. નવેમ્બર પહેલાં પ્રથમ ચાર મહિનામાં અલ્ટોનું વેચાણ 21 હજારથી 23 હજાર કાર વચ્ચેનું હતું. નવેમ્બરમાં ગ્રાહકોએ સ્વીફ્ટ વધુ લીધી. બીજા નંબરે સ્વિફ્ટ ડિઝાયર રહી. સ્વીફ્ટના વેચાણની સંખ્યા 22191 એકમો હતી. જ્યારે સ્વિફ્ટ ડીઝાયરની 21037 એકમ હતી.

બલેનો બની ત્રીજું ટોપ મોડેલ

બલેનો મારુતિની સૌથી વધુ વેચાનારી કારોમાં ત્રીજા સ્થાને હતી. કંપનીએ તેના 18649 એકમો વેચ્યા. કંપનીના જણાવ્યા પ્રમાણે, ગયા મહિને કંપનીએ 1,53,539 વાહનોનું વેચાણ કર્યું હતું, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં કંપનીએ 1,54,600 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીના સ્થાનિક વેચાણમાં નવેમ્બરમાં વર્ષે દર વર્ષે 0.5 ટકાનો વધારો નોંધાયો છે. જે કુલ 1,46,018 વાહનોના વેચાણનો દાવો કરે છે.

નવેમ્બરમાં આ કારનું વેચાણ રહ્યું સૌથી વધારે

Maruti Suzuki સ્વિફ્ટ- 22191
Maruti Suzuki ડિઝાયર- 21037
Maruti Suzuki બલેનો- 18649
Maruti Suzuki અલ્ટો- 18643
Maruti Suzuki વિટારા બ્રેજા- 14378

લાઇટ કમર્શિયલ વાહનોનું વેચાણ વધ્યું

Maruti Suzuki કંપનીમાં પેસેન્જર વાહનોનું સ્થાનિક વેચાણ 0.3 ટકા ઘટ્યું હતું. જે કુલ 1,43,890 વાહનો હોવાનું જણાવાઈ રહ્યું છે. કંપનીના લાઇટ કમર્શિયલ વાહનોનું વેચાણ 112.2 ટકા વધીને 2,128 વાહનોનું રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp