કર્મચારીઓ નોકરી છોડી ન જાય તે માટે આ કંપની આપે છે મર્સિડિઝ, અગાઉ 13 આપી ચૂકી છે

PC: indiatoday.in

પોતાની કંપનીના બેસ્ટ ટેલેન્ટ ધરાવતા કર્મચારીઓને જાળવી રાખવા માટે આઇટી કંપનીઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા ચાલી રહી છે. આ કારણોસર, કંપનીઓ તેમને લલચાવવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવાના પ્રયાસ કરી રહી છે. આવી જ એક આઇટી કંપની છે જે સારું પ્રદર્શન કરનારા કર્મચારીઓને ભેટમાં મર્સિડીઝ કાર આપવાની તૈયારી કરી રહી છે.

એચસીએલ ટેકનોલોજી પોતાની કંપનીના ટોપ પરફોર્મર્સને MERCEDES BENZ કાર આપવાની તૈયારી કરી રહી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ એચસીએલ ટેકનોલોજીના એચ આર પ્રમુખ અપ્પારાવ વીવીએ જણાવ્યું કે ટોપ પરફોર્મર્સને મર્સિડીઝ કાર આપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને મંજૂરી માટે બોર્ડમાં મોકલવામાં આવી છે.

 જો કે એચએસીએલ ટેકનોલોજી પહેલીવાર મર્સિડીઝ કાર ગિફટીમાં આપી રહી છે, એવું નથી, કંપનીએ વર્ષ 2013માં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 50 કર્મચારીઓને મર્સિડીઝ કાર ગિફટ કરી હતી. એ પછી 8 વર્ષના લાંબા સમયગાળા પછી ફરી કંપની આ દરખાસ્ત લઇને આવી છે.

કર્મચારીઓને મર્સિડીઝ કાર ગિફટ શું કામ કરવામાં આવશે એ બાબતે એચસીએલ ટેકનોલોજીના એચઆર પ્રમુખ અપ્પારાવે કહ્યું હતું કે નવા કર્મચારીને હાયર કરવામાં 15થી 20 ટકા લાગત વધી જતી હોય છે. એટલે અમે અમારા જ હાલના કર્મચારીઓના કૌશલ્યને વધારવા માટે સક્રિય પ્રયાસ કરી રહયા છીએ. અપ્પારાવે કહ્યું કે જો કોઇ આઇટી ડેવલપરની ભરતી કરવાની હોય તો કદાચ એ જ ખર્ચમાં તમને મળી શકે, પરંતુ જો તમારે કલાઉડ પ્રોફેશનલ જોઇતા હતો તો પછી વધારે રકમ  ખર્ચ કરવાની નોબત ઉભી થાય છે.

 એચસીએલ ટેકનોલોજી ચાલું નાણાંકીય વર્ષમાં 22,000 ફ્રેશર્સની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. ગયા વર્ષે કંપનીએ 15600 ફ્રેશર્સની ભરતી કરી હતી. અપ્પારાવે કહ્યું કે કંપની કર્મચારીઓને જાળવી રાખવા માટે સારા પેકેજ આપે છે. ત્રણ વર્ષની કેશ ઇન્સેન્ટિવ યોજના છે જે દર વર્ષે 50થી 100 ટકાની બરોબર હોય છે.

એચસીએલ ટેકનોલોજી સર્વિસીઝમાં નોકરી છોડવાની ટકાવારી જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં વધીને 11.8 ટકા થઇ ગઇ હતી.

એચસીએલ ટેકલોલોજીસ કંપની એ ભારતની મલ્ટીનેશનલ ઇર્ન્ફોમશેન એન્ડ ટેકનોલોજી સર્વિસીઝ અને કન્સલ્ટીંગ કંપની છે, જેનું હેડકવાર્ટર ઉત્તર પ્રદેશના નોઇડામાં છે. એચએલટેકલોનોલોજીસ એ એચએસીએલ એન્ટરપ્રાઇઝની સબસિડયરી કંપની છે.

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp