બદલાઈ જશે Zomatoનું નામ! હવે આ નામથી ઓળખાશે કંપની

PC: inc42.com

ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમાટોનો લોસ 2022ના પહેલા ક્વાર્ટરમાં ઓછો થયો છે. હવે કંપની પોતાના નેતૃત્વના સ્ટ્રક્ચર સહિત કેટલીક વસ્તુઓમાં ફેરફાર કરવાના પ્લાન પર કામ કરી રહી છે. સમાચાર છે કે, જલ્દીથી જ ઝોમાટોનું મેનેજમેન્ટ એક પેરેન્ટ કંપની બનાવી શકે છે. હાલમાં ઝોમાટોએ બ્લિંકિટના અધિગ્રહણને મંજૂરી આપી હતી. કંપની હવે પોતાના દરેક બિઝનેસને ચલાવવા માટે અલગ-અલગ CEO રાખવાની યોજના બનાવી રહી છે. હાલ ઝોમાટો પાસે કુલ ચાર બ્રાન્ડ હાજર છે. આ કારણે મેનેજમેન્ટ એક પેરેન્ટ કંપની બનાવીને દરેકને ઓપરેટ કરવાનો પ્લાન બનાવી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઝોમાટોના સંસ્થાપક અને CEO દીપિંદર ગોયલે કહ્યું કે, તેઓ એક એવી કંપની બનાવવાનો પ્લાન કરી રહ્યા છે, જે દરેક બિઝનેસ ચલાવવા માટે કેટલાક CEOને હાયર કરશે. દરેક જણ સાથે મળીને કામ કરશે. દીપિંદર ગોયલ પેરેન્ટ કંપનીને રીબ્રાન્ડ કરતા તેનું નામ ‘Eternal’ રાખી શકે છે. જોકે, ઓફિશિયલ રૂપે કંપની તરફથી તેને લઇને હજુ કોઇપણ પ્રકારનું નિવેદન જાહેર થયું નથી.

ઝોમાટો, બ્રિંકિટ, હાઇપરપ્યોર, ફીડિંગ ઇન્ડિયા હાલ કંપની પાસે આ ચાર બ્રન્ડ છે. હવે ઝોમાટોના સંસ્થાપક અને CEO દીપિંદર ગોયલ આ દરેક કંપનીઓને એક પેરેન્ટ કંપની હેઠળ લાવીને ઓપરેટ કરવા માંગે છે. ગુરુગ્રામ સ્થિત સ્ટાર્ટઅપના CEOએ કહ્યું કે, ‘Eternal’ હાલ માટે એક ઇન્ટરનલ નામ રહેશે. ઝોમાટોનું નામ નહીં બદલાશે. ખબરોનું માનીએ તો આ નામનો ઉપયોગ કંપનીની ઓફિસની અંદર શરૂ થઇ ગયો છે. જલ્દીથી જ આની જાહેરાત પણ થશે.

એપ્રિલ-જૂન 2022 ક્વાર્ટરમાં ઝોમાટોનો કન્સોલિડેટેડ લોસ ઘટીને 185.7 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષના પહેલા ક્વાર્ટર દરમિયાન આ આંકડો 356.2 કરોડ રૂપિયા હતો. જૂન 2022 પહેલાના ક્વાર્ટરમાં ઝોમાટોને 356.7 કરોડ રૂપિયાનો લોસ થયો હતો. નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ રેવન્યુ 1413.9 કરોડ રૂપિયા રહી છે. ગયા વર્ષે સમાન અવધિ દરમિયાન કંપનીની રેવન્યુ 67.44 ટકા વધી છે. ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ઝોમાટોની રેવન્યુ 844.4 કરોડ રૂપિયા રહી હતી.

જોકે, ઝોમાટોના શેરમાં આ વર્ષે મોટો ઘટાડો આવ્યો છે. ઝોમાટોના શેર આ વર્ષે 67 ટકાથી વધુ તૂટ્યા છે. વર્ષની શરૂઆતમાં 3જી જાન્યુઆરી, 2022ના રોજ ઝોમાટોના શેરનો ભાવ 141.32 રૂપિયા પર હતો. પહેલી ઓગસ્ટ 2022ના રોજ 46.50 રૂપિયાના સ્તર પર તે બંધ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp