સુરતની કંપનીએ ચાઇનાની અલીબાબા સાથે છેડો ફાડ્યો, આટલા કરોડનો મળતો હતો બિઝનેસ

PC: youtube.com

સુરત શહેરમાં ચાઈના વિરુદ્ધ મોટા પ્રમાણમાં અભિયાન શરૂ થયું છે.  રોજ ટીવી, મોબાઈલ તોડવા સાથે દેખાવો પણ થઈ રહ્યાં છે પરંતુ આર્થિક મોરચે લડવાનું સુરતની એક કંપનીએ મારવાનું નક્કી કર્યું છે અને તેણે ચીનની જાયન્ટ કંપની અલીબાબા.કોમ સાથે 11 વર્ષ જૂનો કરાર રદ કરી દીધો છે. આ કંપની સુરતના સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી કાલિકા ઇન્ટરનેશનલ છે. 

સુરતની ઓટોમોબાઈલ લુબ્રિકાંટનું કામ કરતી કાલિકા ઇન્ટરનેશલ કંપનીએ અલી બાબા.કોમ સાથે માર્કેટિંગ કોન્ટ્રાકટ રિન્યુ કરવાની સ્પષ્ટ ના પાડી છે.ઉપરાંત 30 લાખ ઉપરાંતનું ફ્લેક્સિબેક પણ હવે ચાઈનાથી નહીં મંગાવવાનો નિર્ણય કર્યો.  પ્રથમ કસ્ટમર હોય એમ 11 વર્ષથી ગોલ્ડન સપ્લાયર તરીકે વિશેષ દરજ્જો પણ કંપનીને મળ્યો હતો.

કંપનીના માલિક અને ઉદ્યોગપતિ પરેશ રાઠોડએ Khabarchhe.com સાથે વાત કરતા કહ્યું કે આપણા સૈનિકોના ખોટી રીતે જીવ લે તેવા ચીન સાથે કોઈ વેપાર નહિં કરવામાં આવે. નફામાં નુકસાન જશે તો ચાલશે પરંતુ દેશના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાઈનાનો બહિષ્કાર જ આખરી વિકલ્પ છે. તેઓએ તમામ ઉદ્યોગકારોને આપીલ પણ કરી કે દેશના બધા ઉદ્યોગકારો અને વેપારીઓએ પણ ચીનનો બહિષ્કાર કરવો જોઈએ. ચાઈના સાથે વેપાર બંધ કરો અને દેશને મજબૂત કરો.

તેમણે કહ્યું કે અલીબાબા કંપની સામે તેમને વાંધો નથી. તેનાથી તો તેમને દર વર્ષે રૂ. 4 કરોડનો બિઝનેસ મળતો હતો. જો કે તેની સામે રૂ. 2 લાખનો ખર્ચ આવતો હતો. પરંતુ જો કંપની સાથે કામ કરે તો ચાઇનાને મેસેજ કેવી રીતે મળે. એટલા માટે તેમણે કરાર રદ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે અલીબાબા ડોટ કોમ એ એમેઝોન જેવી દુનિયાની મોટી ઇ-માર્કેટિંગ કંપની છે જેના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વેપારીઓ પોતાની પ્રોડક્ટ દુનિયાભરમાં વેચી શકે છે. સુરતના આ વેપારીએ એક પગલું ભર્યું છે. જો બીજા લોકો પણ આવી રીતે કરશે તો ચાઇનાને મેસેજ તો જરૂર પહોંચશે કે ભારતીયો તેમનાથી નારાજ છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp