હીરા ઉદ્યોગમાં હજુ આટલો સમય મંદીના અણસાર જોવા મળે તેવી ચર્ચા

PC: khabarchhe.com

હીરા ઉદ્યોગની ભાવનગરના મુખ્ય ઉદ્યોગ પૈકીના હીરા વ્યવસાય ચમક ઝાંખી રહી છે. ભાવનગરમાં હીરા ઉદ્યોગનો વિકાસ બહોળા પ્રમાણમાં થયો છે અને હીરા ઉદ્યોગ પર મોટા ભાગનો પ્રદેશ નભે છે. હાલની સ્થિતિ જોતા ડાયમંડ ઉપર દિવાળી પહેલાની લાગેલો મંદીનો કાંટ દિવાળી વ્યવસાયમાં હજુ પણ એકાદ માસ મંદીનો ઓછાયો રહે વેકેશન ખુલ્યા બાદ પણ રહ્યો છે.

દિવાળી વેકેશન બાદ પણ હીરા ઉદ્યોગની ચમક ઝાંખી, ડોલરના ભાવની ઉથલ-પાથલથી પણ વિપરીત અસર જોવા મળી છે. આમ છેલ્લા સમયથી હીરામાં મંડી જોવા મળી રહી છે. આમ ભાવનગર જિલ્લામાં હજારો પરિવાર હીરા ઉદ્યોગ ઉપર નભે છે. પરંતુ આ વર્ષે હીરા ઉદ્યોગ ઉપર મંદીના વાદળો ઘેરાયેલા રહેતા રત્નકલાકાર પરિવારો દિવાળીના તહેવારમાં મૂંઝાયા હતા.

કારખાનેદારોએ પણ મંદોની સ્થિતિને કારણે દિવાળી વેકેશન લંબાવ્યું હતું. નવા વર્ષમાં ઉઘડતી બજારે સ્થિતિ સુધરશે તેવી આશા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાવેલા તમામ લોકોને હતી. પરંતુ તે આશા પણ મંદીએ પાણી ફેરવી દીધું હોય તેમ હવે ડિસેમ્બર-જાન્યુઆરીમાં જ હીરા ઉદ્યોગમાં તેજીની ચમક શકે તેવી આશા રાખવામાં આવી રહી છે. આમ મંદીના મુખ્ય કારણમાં આંતરરાષ્ટ્રીય બજારમાં રફ માલના ભાવ ઉંચકાયા હોવાથી રો- મટીરિયલ્સ મોંઘું મળી રહ્યું છે. તેની સાથે પોલિશ્ડ ડાયમંડની બજારમાં ડિમાંડ ઓછી છે. આ ઉપરાંત ડોલરના વધ-ઘટ ભાવે રૂપિયામાં કરેલી ઉથલ-પાથલથી પણ હીરા ઉદ્યોગ પર તેની વિપરીત અસર વર્તાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp