હવે ડ્રાઇવર જોડે જો અણછાજતું વર્તન કર્યું તો ઉબર કરી દેશે બ્લોક

PC: vox.com

કૈબ ડ્રાઇવર દ્વારા કરવામાં આવતા અણછાજતા વર્તન અને તેમની પર કરવામાં આવતી કાર્યવાહી અંગેના સમાચારો તો આપણે વાંચતા રહીએ છે, પરંતુ ડ્રાઇવરની ફરિયાદ પર કોઇ એક્શન લેવામાં આવતું નથી. તે હવે બદલાશે. હવે ઉબેર એવા રાઇડર્સને એલર્ટ કરી રહ્યું છે જે દર વખતે કેબ ડ્રાઇવર સાથે ખરાબ અણછાજતુ વર્તન કરે છે. જે રાઇડર્સના વ્યવહારમાં કોઇ સુધારો કરવામાં આવશે નહિ. તેને ઉબેર દ્વારા બ્લોક કરવામાં આવશે.

આવા યુઝર્સ ઉબેર એપનો ઉપયોગ કરી શકશે નહિ. આ વિષે વાત કરતા એક નિવેદનમાં ઉબેર ઇન્ડિયા અને સાઉથ એશિયાના હેડ ઓફ સિટીઝ પ્રભજીત સિંહએ જણાવ્યુ કે આદર બંને તરફથી કરવામાં આવવો જોઇએ હાલ સુધી અમે યુઝર્સની રેટિંગ પર એક્શન લેતા હતા. હવે ડ્રાઇવર્સ જે રેટિંગ રાઇડર્સને આપે છે. જેની પર પણ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત ડ્રાઇવરો માટે ડ્રાઇવર સેફ્ટી ટૂલ કીટ પણ લોન્ચ કરવામાં આવેલ છે. તેના શેર યુઝર ટ્રિપ ફીચરથી ઉબેર ડ્રાઇવર ટ્રિપ દરમિયાન પોતાની લોકેશન ફેમીલી સાથે શેર કરી શકશે. આ એપ ઇમરજન્સી બટન દબાવીને રાઇડર્સની જેમ જ હવે ડ્રાઇવર પણ મદદ લેશે. તેમાં સ્પીડ લીમીટ ફીચર પણ જોડવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp