26th January selfie contest
BazarBit

વાપીની હ્યુબર ગ્રુપ ઇન્ડિયા કંપનીને બંધ કરીને 1 કરોડનો દંડ કરાયો

PC: imgur.com

ઔદ્યોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ વાપી GIDCમાં આવેલી હ્યુબર ગ્રુપ ઇન્ડિયા પ્રા.લિ. કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર ડાયરેક્શન-બંધ કરવાનો હુકમ કરીને એન્વાયરોનમેન્ટ ડેમેજ અન્વયે રૂા.1 કરોડનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ કંપની પ્રીન્ટીંગ ઇન્ક, ઇન્ક ટોનર પેસ્ટ, સીન્થેટીક રેઝીન, ઇન્ક વેહીકલ, ટૉનર પેસ્ટ, આર- બ્લ્યુ પીગમેન્ટના ઉત્પાદનનું કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, એકમ દ્વારા જમીનમાં ઔદ્યોગીક જોખમી કચરો દાટવા બાબતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળેલ ફરિયાદ સંદર્ભે બોર્ડની પ્રાદેશિક કચેરી, વાપી દ્વારા તા.02-06-2019ના રોજ કરવામાં આવેલ સ્થળ તપાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું હતું કે, એકમ દ્વારા તેના પ્રીમાઇસીસમાં જ પાછળની બાજુએ ખૂબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગીક જોખમી કચરાને જમીનમાં 10 ફુટ ઉંડો ખાડો ખોદીને ઔદ્યોગિક જોખમી કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો છે.

પ્રદૂષણની માત્રાને ધ્યાને લેતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મે. હ્યુબર ગ્રુપ ઇંડિયા પ્રા. લી.ને પર્યાવરણ સુરક્ષા અધિનીયમ-1986 અંતર્ગત તાત્કાલિક અસરથી બંધ કરવાનો હુકમ તા. 03-06-2019ના રોજ કરવામાં આવ્યો છે, તેમ સભ્ય સચિવ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp