વેદાન્તા ભારતની પહેલી કંપની, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થઇ હતી

PC: business-standard.com

પોતાના દમ પર કારોબારી સામ્રાજ્ય ઉભું કરનારા ઉદ્યમીઓનો ઉલ્લેખ કરીએ તો વેદાન્તાના અનિલ અગ્રવાલનું નામ સ્વાભાવિક રૂપે સામે આવી જ જાય છે. સાધારણ પરિવારમાં પેદા થયા બાદ અનિલ અગ્રવાલે પોતાની મહેનત અને લગનથી માઇનિંગ તથા મેટલ બિઝનેસનું સામ્રાજ્ય ઉંભું કર્યું છે. આવનારા સમયમાં તેઓ ભારતને સમીકન્ડક્ટર બાબતે આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપશે. શું તમને ખબર છે કે, કઇ રીતે બિહારથી શરૂ થયેલી આ સફર મુંબઇ આવીને થોભી નહીં, પણ લંડન સુધી પહોંચી છે. આટલુ જ નહીં, આ સફર દરમિયાન કેટલાક શાનદાર મુકામ હાંસલ કર્યા અને લંડન સ્ટોક એક્સચેન્જ પર પહેલી ભારતીય કંપની લિસ્ટિંગ થવા જઇ રહી છે.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારા બિઝનેસમેન અનિલ અગ્રવાલ પાછલા કેટલાક સમયથી પોતાની યાત્રાની વાત લોકો સાથે શેર કરી રહ્યા છે. ફેસબુક પર તાજી કડીમાં તેઓ લખે છે કે, ‘તમારામાંથી ઘણા લોકો મને એવા ભારતીયના રૂપમાં જાણો છો કે, જેણે લંડન સ્ટોક એક્સચેન્જમાં પોતાની કંપની લિસ્ટ કરાવી. મારા આ અનુભવને તમે જરૂરથી જાણવા માંગશો. આ વાતમાં પણ ઘણા સંઘર્ષ છે. આ વખતે તેના શરૂઆતી દિવસોની વાત કરવામાં આવે. મેટલ બિઝનેસ શરૂ કર્યા બાદ, હું ભારતમાં ઉચિત મૂલ્ય પર વ્યાપાર કરવા માગતો હતો, પણ તે સમયે મોટા નામ વાળા ફૈમિલી બિઝનેસ બજાર પર રાજ કરતા હતા, તેથી મારી કંપનીની વેલ્યુએશન ઓછી હતી. ગ્લોબલ કંપનીઓ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઇ રહી હતી અને હું તેમાંથી એક બનવા માગતો હતો. સાચુ કહું તો તેમાં સૌથી મોટી કંપની બનવાનું સપનું લઇને ચાલી રહ્યો હતો, તેથી મેં લંડન આવવાનું નક્કી કર્યું.’

હવે અનિલ અગ્રવાલે લંડન જવાનો નિર્ણય પોતાની પત્ની કિરણને કહ્યો તો તેમણે વિશ્વાસ ન કર્યો. અનિલ અગ્રવાલ લખે છે કે, ‘પણ જ્યારે મારી પત્ની કિરણને ખબર પડી કે અમે રાતો રાત લંડન જવાની તૈયારીમાં છીએ, તો તેમણે વિચાર્યું કે, હું કંઇ પણ બોલુ છું. તે મારી દીકરીની પ્રિયાની સ્કૂલમાં ગઇ અને ત્યાં પ્રિન્સિપલ સાથે દીકરીની 6 મહિનાની રજા માંગી કારણ કે વિશ્વાસ હતો કે અમે વધુ સમય લંડનમાં ટકીશું નહીં. છતાં પણ તેને વગર કોઇ શંકા કરીએ, હંમેશાની જેમ મારા સૌથી મોટા સપોર્ટ સિસ્ટમની જેમ, બધુ અરેન્જ કર્યું. મેં મારા માટે વધારે સામાન પેક ન ક્રયો, પણ માતાના હાથના બનેલા પરાઠા અને પિતાજીની શાલને આશિર્વાદ રૂપે સાથે લેવાનું ન ભૂલ્યો.’

સામાન્ય લોકોની જેમ આ મોટા પગલા બાદ અનિલ અગ્રવાલને પણ ડર લાગ્યો હતો. એવામાં તેમણે પોતાના જૂના અનુભવ અને પિતા પાસેથી મળેલી શીખ કામ આવી. આ વિશે તેમણે કહ્યું કે, ‘જ્યારે અમે હીથ્રો એરપોર્ટ પર ઉતાર્યા ત્યારે કંઇ અલગ દુનિયામાં જ પહોંચી ગયો હોઉં એમ લાગ્યું. અલગ ભાષા બોલવા વાળા વિદેશી લોકો, ઠંડુ વરસાદ જેવું વાતાવરણ અને ઉંચી સફેદ બિલ્ડીંગ્સ. મને એ લોકોની યાદ આવી ગઇ, જેમણે મને કહ્યું કે, નાની ચકલી મોટા આકાશમા ઉડ્યા કરતી. ઘણા દિવસો પછી મનમાં ડર આવવા લાગ્યો. આ સમયે, મેં મારા પિતાજીની શાલને લપેટી અને લાગ્યું કે તેમનું તેજ અને તેમના આશિર્વાદ મારી રક્ષા કરી રહ્યા છે. તેમણે મને શીખવ્યું હતું કે, તેઓ કહેતા હતા કે, જ્યાર સુધી તમે જે રસ્તા પર ચાલો છો, તેનો આનંદ લેતા રહો, તો તમારો મનગમતો રસ્તો પણ મળી રહેશે.’

આ પહેલાની કડિઓમાં અનિલ અગ્રવાલ કહી ચૂક્યા છે કે, તેઓ કોઇ વખત એક દિવસ અચાનક બિહારથી મુંબઇની ટ્રેનમાં સવાર થઇ ગયા હતા. મુંબઇ આ સમયે અનિલ અગ્રવાલ માટે અજાણી જગ્યા હતા અને તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અનિલ અગ્રવાલ પોતે પણ કહેતા હતા કે, મુંબઇ સપના સાચુ કરવાવાળું શહેર છે. લંડન પહોંચ્યા બાદ પણ મુંબઇથી અનિલ અગ્રવાલનો સંબંધ નથી તૂટ્યો. તેઓ કહે છે કે, ‘જ્યારે હું લંડન પહોંચ્યો તો મારી પાસે કંઇ ખાસ નહીં હતું, પણ મારી પાસે એક ચીજ હતી, વિશ્વાસ અને મારા માર્ગદર્શક પિતાનો આશિર્વાદ. કદાચ એટલા માટે હું અહીં પોતાની પત્ની અને બાળકો સાથે પોતાના જીવવાના આ નવા સમયનો આનંદ લઇ રહ્યો હતો. કેબમાં બેઠા બેઠા હું બહારનો નજરો જોતતો તે મને ડબલ ડેકર બસ નજરે પડી, એવી જ જેવી મુંબઇમાં હતી. બસ, પછી શું. મારા ચહેરા પર સ્માઇલ આવી ગઇ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp