વાયબ્રન્ટનું સત્યઃ જાણો એક કરોડનું રોકાણ આવે તો કેટલા લોકોને રોજગારી મળે?

PC: businesstoday.in

કોઇપણ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે રોજગારીની તકોનું સર્જન વધુમાં વધુ કરવું. તે માટે મોટું મૂડીરોકાણ જોઇએ. પરંતુ ઘણીવાર મોટું મૂડીરોકાણ તો આવે પરંતુ તે રોજગારી ખૂબ ઓછી આપે છે. આવું જ વાઇબ્રન્ટ સાથે બની રહ્યું હોય તેમ લાગે છે. સરકારે પોતાની વાઇબ્રન્ટની પોલીસીમાં સુધારણા કરવાની જરૂર છે. 

ગુજરાત સરકારનો દાવો છે કે વાયબ્રન્ટ સમિટ પછી રાજ્યમાં મોટા અને મધ્યમ ઉદ્યોગોમાં એક કરોડ રૂપિયાના રોકાણ સામે પાંચ વ્યક્તિને રોજગારી મળે છે પરંતુ હકીકત એવી છે કે આટલા રોકાણમાં એક વ્યક્તિને રોજગારી મળે છે. જો કે રોજગારી આપવાનો દર શૂક્ષ્મ, લધુ અને મધ્યમ વર્ગના ઉદ્યોગોમાં ખૂબ ઉંચો જોવા મળ્યો છે.

ગુજરાતમાં ભલે નવ વાયબ્રન્ટ સમિટ થયાં હોય પરંતુ નોકરીઓ આપવામાં ગુજરાતના ઉદ્યોગ વિભાગના ડેટા ગગડી ચૂક્યાં છે. ટોપ બિઝનેસ સાઇટમાં થયેલા એક વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતનું મૂડીરોકાણ સ્થાનિક નોકરીના સર્જનમાં કામ આવતું નથી.

ટોપ એનાલિસ્ટનો સર્વે છે કે ગુજરાતમાં વાયબ્રન્ટમાં કરેલા એમઓયુ પછી જે ઉદ્યોગો ઉત્પાદનમાં જાય છે તેમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળવાનો દર ખૂબ ઓછો જોવા મળે છે.સરકારના અંદાજ પ્રમાણે છેલ્લી નવ વાયબ્રન્ટ સમિટમાં થયેલા મૂડીરોકાણ સામે રોજગારીનો દર ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. અલબત્ત, કોરોના સંક્રમણના કારણે અત્યારે રાજ્યના ઉદ્યોગોમાં કોસ્ટ કટીંગ અને કરકસરના કારણે લોકો નોકરીઓ ગુમાવી રહ્યાં છે.

સરકાર કહે છે કે એક કરોડના રોકાણમાં પાંચ નોકરી પેદા કરી શકાય છે પરંતુ સર્વે કહે છે કે ગુજરાતમાં એક કરોડના રોકાણમાં માત્ર એક નોકરી મળે છે. જો કે ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સર્વે કરવામાં આવ્યો છે તેમાં કેટલીક ત્રુટીઓ જોવા મળે છે. ગુજરાતમાં સરકારના અંદાજ પ્રમાણે એક કરોડના રોકાણમાં ત્રણ વ્યક્તિને રોજગારી મળી રહી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp