જો આવું બનશે તો ટેલિકોમ ક્ષેત્રની આ ખાનગી ટેલિકોમ કંપનીને લાગી જશે તાળા

PC: jagranjosh.com

ઐતિહાસિક ખોટના ગાળામાંથી પસાર થઈ રહેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાની AGR સંબંધિત રૂ. 44,200 કરોડનું દેવું વધી શકે છે. જેના કારણે કંપનીની બેલેન્સશીટ અનબેલેન્સ થઈ શકે છે. જો આવું બન્યું તો કપરી સ્થિતિમાં રહેલી કંપનીને ટૂંક જ સમયમાં તાળું લાગી શકે છે. ICICI સિક્યુરિટીએ જણાવ્યું હતું કે, ગત શુક્રવારે વોડાફોન-આઈડિયાએ એનાલિસ્ટ કોલ વ્યાજ સાથે પેનલ્ટી રૂ. 44,200 કરોડના દેવાનો એંધાણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ત્રણ મહિનામાં આ રકમની ચૂકવણી કરવાની છે.

બ્રોકરેજ ફર્મ ક્રેડિટ સુઈઝે જણાવ્યું હતું કે, વોડાફોન-આઈડિયાની AGR સંબંધિત દેવાદારી રૂ. 44,200 કરોડ હોઈ શકે છે. આ અંદાજો ટેલિકોમ વિભાગના અંદરના વર્તુળમાંથી જાણવા મળ્યો છે. આવી સ્થિતિમાં ટેલિકોમ કંપનીને રૂ. 10,100 કરોડ પ્રોવિઝનિંગ AGR માટે કરાવવું પડશે. વિશ્લેષકો માને છે કે, આવી સ્થિતિ થવાને કારણે કંપનીના ભવિષ્ય સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે. જો સરકાર પાસેથી કોઈ મોટી મદદ નહીં મળે તો વોડાફોન-આઈડિયાએ ફરીથી ઈક્વિટી વેચીને મોટી રકમ એકઠી કરવી પડશે. આ કારણે પ્રી મર્જર કંટિંજેન્ટ જવાબદારીઓનું સેટલમેન્ટ કરવા વોડાફોન ગ્રુપ તરફથી પીએલસી પાસેથી રૂ. 8370 કરોડ મેળવી શકે છે. જેના કારણે કંપનીને ફટકો પડશે.

આ સ્થિતિ જેટલી માનીએ છીએ એટલી સરળ નથી. બ્રિટનના વોડાફોન ગ્રુપે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, ભારતીય વ્યાપાર ક્ષેત્રે કોઈ એક રુપિયાનું પણ નવું રોકાણ આવ્યું નથી. જ્યારે આદિત્ય બિરલા ગ્રુપની પણ સ્થિતિ ટેલિકોમ ક્ષેત્રે ઠીકઠાક છે એટલે તેને કોઈ નવા રોકાણમાં રસ નથી. એવામાં સરકાર મદદ નહીં કરે તો બંને કંપનીનું દેવાળીયું નીકળી જશે. જોકે, આ વાત અગાઉ વોડાફોનના ઉચ્ચ અધિકારીઓ પણ કહી ચૂક્યા છે. જે સ્થિતિ હાલ આ ટેલિકોમ કંપનીની છે એની સામે નાણામંત્રીએ કહ્યું હતું કે, કોઈ ટેલિકોમ કંપની બંધ નહીં. હવે જોવાનું એ રહેશે કે, આ સ્થિતિમાં ખાનગી-સરાકરી પગલાંઓ કેવા રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp