ગૂગલમાંથી કાઢવામાં આવેલા 12000 કર્મચારીઓને શું આપી રહી છે કંપની

PC: techcircle.in

વિશ્વભરની કેટલીક સારી કંપનીઓમાં મોટા પાયા પર ચાલી રહેલા લેઓફના આંચ હવે સૌથી મોટા સર્ચ એન્જિન ગુગલ સુધી પણ પહોંચી ગઇ છે. ગુલલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે પોતાને ત્યાં કામ કરનારી લગભગ 6 ટકા એટલે કે, 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનું ફરમાન સંભળાવ્યું છે. જોકે, નોકરીથી હાથ ધોઇ ચૂકેલા કર્મચારીઓને ગુગલ તરફથી અમુક સુવિધાઓ અને વળતર પણ આપવામાં આવશે.

ગુગલના CEO સુંદર પિચાઇએ કર્મચારીઓને મોકલેલા એક મેલમાં લેઓફની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, કાઢવામાં આવેલા કર્મચારીઓની મદદ કરવામાં આવશે કારણ કે, કર્મચારીઓ આગામી નોકરીની તલાશ કરી રહ્યા છે. સુંદર પિચાઇએ એ પણ કહ્યું કે, જે મુદ્દાઓના કારણે અમે આ નિર્ણય લઇ રહ્યા છીએ એ વાતની જવાબદારી હું લઉં છું. ગુગલે કાઢી મૂકેલા કર્મચારીઓને 16 સપ્તાહોની સેલેરી અને બે સપ્તાહોનું વળતર આપવાનું એલાન કર્યું છે. તેમની સાથે જ કંપનીએ 16 સપ્તાહોના ગુગલ સ્ટોક યુનિટમાં પણ ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે.

સુંદર પિચાઇ અનુસાર, કંપની આખા નોટિસ પીરિયડ માટે પણ અમેરિકામાં કર્મચારીઓને ચૂકવણી કરશે. નોકરીમાંથી કાઢીમૂકવામાં આવેલા લોકોએ ગુગલ વર્ષ 2022નું બોનસ, રજા, છ મહિના માટે હેલ્થ કેર, ઇમીગ્રેશન સપોર્ટ અને જોબ પ્લેસમેન્ટમાં સહાયતા જેવી સુવિધાઓ પણ આપશે. તે સિવાય અમેરિકાથી બહારના કર્મચારીઓ પણ ગુગલ લોકલ કાયદાના હિસાબે સહાયતા ઉપલબ્ધ કરાવશે.

ગુગલના CEO સુંદર પિચાઇએ ગયા વર્ષે જ કહી દીધું હતું કે, ગુગલ પોતાના ખર્ચા પર અંકુલ લગાવશે. જ્યારે, ચીફ ફાઇનાન્શિયલ ઓફીસર રૂથ પોરાટનું કહેવું હતું કે, નવી નોકરીઓની સંખ્યા ગઇ અવધિની સરખામણીમાં અડધાથી પણ ઓછી થઇ જશે. કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પોતાના રેવન્યુ અને અર્નિંગ વિશે કહ્યું હતું કે, જે આશાથી ઓછો રહ્યો હતો. ગુગલના પ્રોફિટમાં પણ ઘટાડો આવ્યો છે. ગુગલનો પ્રોફિટ ઘટીને 13.9 બિલિયન ડોલર થઇ ગયો છે.

ગુગલ સિવાય હવે માઇક્રોસોફ્ટે પણ કહ્યું કે, તે પોતાને ત્યાંથી 10000 કર્મચારીઓને નોકરી પરથી કાઢશે. ગુગલ દ્વારા કરવામાં આવી રહેલું લેઓફ તાત્કાલિક પ્રભાવથી લાગૂ કરવામાં આવશે. કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પોતાના રેવન્યુ અને અર્નિંગ વિશે કહ્યું હતું. જે, આશા કરતા ઓછું રહ્યું હતું. ગુગલના પ્રોફિટમાં ઘટાડો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp