ગૌતમ અદાણીની પાછળ પડી જનાર હિંડનબર્ગ કંપની બંધ કેમ કરી રહ્યો છે?

ગૌતમ અદાણીની ઉંઘ હરામ કરીનાર નાથન એન્ડસરન તેની કંપની હિંડનબર્ગ રિસર્ચને બંધ કરી દેવાની જાહેરાત કરી છે જેને કારણે અદાણીને મોટી રાહત મળશે. 24 જાન્યુઆરી 2023ના દિવસે હિંડનબર્ગે અદાણીની વિરુદ્ધમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેને કારણે અદાણીની સંપત્તિમાં 140 અબજ ડોલરનું ધોવાણ થયું હતું.
એન્ડરસને 15 જાન્યુઆરીએ પોતાની વેબસાઇટ પર જાહેરાત કરી તે હિંડનબર્ગ રિસર્ચ કંપનીને બંધ કરવા માટે જઇ રહ્યો છે. વેબસાઇટ પર તેણે લાંબો લચક પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે, આ માત્ર વ્યકિતગત નિર્ણય છે. કોઇ ખાસ વાત નથી, કોઇ ખાસ જોખમ નથી, કોઇ ખાસ હેલ્થ ઇશ્યુ પણ નથી અને કોઇ મોટો વ્યકિતગત મુદ્દો પણ નથી. બસ, હવે થોડા આરામ કરવો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp