બિગ બજાર સાથે ડીલ કેન્સલ કર્યા બાદ આ સુપરમાર્કેટ પર છે રિલાયન્સની નજર

PC: twitter.com

ભારતના અગ્રણી અને એશિયાના બીજા નંબરના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી પોતાનો રિટેલ બિઝનેસ વધારવા માટેના પગલા લઇ રહી છે. હાલમાં જ રિલાયન્સ રિટેલે નાટકીય રૂપે ફ્યૂચર ગ્રૃપના બિગ બજાર રિટેલ સ્ટોર્સને એક્વાયર કર્યા છે અને તે દેશની સૌથી મોટી રિટેલ ચેન બનવા તરફ જઇ રહી છે.

રિલાયન્સના Big Bazaarના સ્ટોર હાંસલ કરવાનો કેસ ભલે કાયકીય રીતે અટક્યો હોય, પણ તે જર્મનીની રિટેલ કંપની Metro AGને ખરીદવા વિશે પણ વિચારી રહી છે. કંપની દેશમાં 2003થી કામ કરી રહી છે અને દેશમાં 30થી વધારે કેશ એન્ડ કેરી સ્ટોર્સ ચલાવી રહી છે. મેટ્રોની પેરેન્ટ કંપની ભારતમાં બિઝનેસ એક્સપેન્શન માટે વધુ પૈસા રોકવા માગતી નથી, પણ તે 11,000 થી 13,000 કરોડ રૂપિયાની વેલ્યૂએશનના આધારે કંપનીનો મેજોરિટી હિસ્સો લોકલ પાર્ટનરને વેચવા માગે છે. આથી તે ભારતમાં રિલાયન્સ ગ્રૃપ, ટાટા ગ્રૃપ, ડી-માર્ટ રિટેલ ચેન ચલાવનારી કંપની એવન્યુ સુપરમાર્ટ, લુલૂ ગ્રૃપ અને એમેઝોન સાથે સંપર્કમાં છે.

એટલુ જ નહીં પણ કંપનીએ તેની હિસ્સેદારી વેચવા માટે સારા ગ્રાહક શોધવાની જવાબદારી જે.પી. મોર્ગન અને ગોલ્ડમેન સેક્સ જેવા દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેંન્કરોને સોંપી છે. આ મુદ્દે કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, મેટ્રો ઇન્ડિયાનો બિઝનેસ સતત વધી રહ્યો છે. રિટેલ બજારોમાં કંપનીનો ગ્રોથ પોટેન્શિયલ ઘણો સારો છે. કંપની સંભાવિત પાર્ટનર સાથે મળીને સ્ટ્રેટેજિક ઓપ્શન પર વિચાર કરી રહી છે જેથી કંપનીની હાલની ક્ષમતાઓને વધારી શકાય.

મેટ્રો ઇન્ડિયા પોતાના 18 વર્ષના ઓપરેશનમાં પહેલી વખત નાણાંકીય વર્ષ 2018-19મા પ્રોફિટેબલ બની હતી. કંપની રજિસ્ટ્રાર પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર નાણાંકીય વર્ષ 2020-21મા ભલે કંપનીનો બિઝનેસ 6,915.30 કરોડ રૂપિયા થયો હોય. પણ કંપની નફાની બાબતે હજુ પણ રેડ ઝોનમાં જ છે. કંપની નાણાંકીય વર્ષ 2019-20 અને 2021-22ના નાણાંકીય આંકડા હાલ પૂરતા ઉપલબ્ધ નથી.

કંપની ભારતમાં સારું એવું રિટેલ નેટવર્ક ધરાવે છે. ભારતમાં રિટેલ બિઝનેસના ગ્રોથ પોટેન્શિયલને જોતા રિલાયન્સ રિટેલ ફ્યૂચર રિટેલની સાથે સાથે મેટ્રો કંપનીના સ્ટોર એક્વાયર કરવા માટે પ્રયાસો કરી શકે છે. તેના સ્ટોર્સને એક્વાયર કરવા માટે દેશની અન્ય રિટેલ કંપનીઓ પણ રસ લઇ શકે એવા અનુમાન કંપની દ્વારા લગાવાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp