શું દેશનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ ભંડાર ખાનગી કંપનીઓના હાથમાં જશે

PC: jagranjosh.com

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોએ હોબાળો મચાવ્યો છે, મોંઘવારીએ માઝા મુકી છે, એવા સમયે સરકારે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)ના એક હિસ્સાને રિ- એક્સપોર્ટ કરવાનો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.

રોઇટર્સના અહેવાલ મુજબ  આ મહિને કેન્દ્રીય કેબિનેટે ખાનગી કંપનીઓને દેશની હાલની SPR ક્ષમતાનો અડધો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. કંપનીઓને લીઝ પર SPRની અડધી લિમિટ લીઝ પર આપવામાં આવશે.

 ભારત હાલમાં પોતોની જરૂરિયાતના 80 ટકા ક્રુડ ઓઇલ આયાત કરે છે. ભારત વિશ્વમાં ક્રુડ ઓઇલનો ત્રીજા સૌથી મોટો આયાતકાર અને ગ્રાહક છે. આવી સ્થિતિમાં સરકારે દક્ષિણ ભારતમાં ત્રણ સ્થળોએ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બનાવ્યા છે જેમાં 50 લાખ ટન ક્રુડ ઓઇલ સંગ્રહિત કરી શકાય છે.

સરકારે SPR એટલા માટે બનાવ્યા છે કે જેથી મુશ્કેલીના સમયમાં ક્રુડ ઓઇલના પુરવઠામાં કોઇ અડચણ ન ઉભી થાય. અત્યારે સરકાર ઓડિશાના ચાંડીખોલ અને કર્ણાટકના પાદુરમાં પણ SPR બનાવવાની યોજના ધરાવે છે. આની સાથે દેશમાં  12 દિવસનું ક્રુડ ઓઇલ ઉપલબ્ધ થશે.

રોઇટર્સના અહેવાલ મુજબ લીઝ પર સ્ટોરેજ લેનારી ખાનગી કંપનીઓને જો ભારતીય કંપનીઓએ ક્રુડ  ઓઇલ ખરીદવાનો ઇન્કાર કર્યો તેવા સંજોગોમાં SPRમાં સગ્રહિત ફકત 15 લાખ ટન ક્રુડ ઓઇલ ને ફરીથી નિકાસ કરવાની મંજૂરી આપશે.

રોઇટર્સે ગુરુવારે બે સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સરકાર દેશમાં નવા SPR સ્થાપવા માંગે છે, તેનો હેતુ ખાનગી ભાગીદારીમાં વધારો કરવાનો છે. આ મહિનામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારે બે નવા SPR બનાવવા માટે 80 અબજ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ બનેં SPRના અંદાજિત ખર્ચના લગભગ 60 ટકા છે.

દેશમાં SPR બનાવવાની જવાબદારી ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ પાસે છે. આ કંપનીને 10 લાખ ટન ક્રુડ ઓઇલ સ્થાનિક કંપનીઓને આપવાની મંજૂરી છે. સરકારનું કહેવું છે કે SPRને લીઝ આપવાનો નિર્ણય દેશને જાપાન અને કોરિયો જેવા દેશોની સમકક્ષ લાવશે જયા જયા ખાનગી કંપનીઓ ક્રુડ ઓઇલની  ફરીથી નિકાસ કરે છે.

દેશના મેંગલુરુમાં બનેલા SPRની અડધી લિમિટ સરકાર પહેલેથી જ લીઝ પર આપી ચૂકી છે. આ લીઝ અબૂધાબી નેશનલ ઓઇલ કંપની પાસે છે.

કંપની આ 15 લાખ ટનના  ઓઇલ ભંડારમાંથી 7.5 લાખ ટન ક્રુડ ઓઇલની ફરી નિકાસ કરી શકે છે. જો કે કંપનીને ભારતીય રિફાઇનરીઝને આ ક્રુડ ઓઇલ વેચવમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp