26th January selfie contest

શું હવે વાઇબ્રન્ટ સમિટ નહીં થાય? કે પછી ચૂંટણી હોવાથી કોઇપણ ભોગે કરાશે

PC: khabarchhe.com

કોરોના સંક્રમણ ઘટશે તો રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે 2022ના મધ્યમાં વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવશે. સરકારે હાલ આ સમિટને મુલત્વી રાખી છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરીને ચૂંટણીમાં ફાયદો થાય તેવી પ્રજાકીય યોજનાઓ બનાવવાના કાર્યમાં વ્યસ્ત બની છે.

રાજ્યમાં હાલ કોરોના અને ઓમિક્રોનના કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્યનું બજેટ ફેબ્રુઆરીના મધ્યમાં એટલે કે 15 થી 25 તારીખ વચ્ચે જાહેર થશે અને સત્ર માર્ચ મહિના સુધી ચાલવાનું છે પરંતુ જો કોરોના કેસોની સંખ્યા વધશે તો મર્યાદિત તારીખમાં બજેટ પૂર્ણ કરાશે. આ વખતે બજેટની રજૂઆત ઓનલાઇન થાય તેવી પણ સંભાવના છે.

સરકારે 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટ યોજવાની જાહેરાત કરી હતી પરંતુ કોરોનાના કેસો વધતાં સરકારે આ સમિટને મુલત્વી રાખી હતી પરંતુ ઉદ્યોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી સરકાર માટે વાયબ્રન્ટ સમિટ મહત્વની બની જાય છે. સરકારે 70 ટકા કામગીરી તો પૂર્ણ કરી છે. જો કેસોની સંખ્યા ઘટશે તો અમે સમિટ અંગે પુનવિચાર કરી શકીએ તેમ છીએ, જો કે આ સમિટનું સ્વરૂપ બદલાઇ પણ શકે છે.

તેમણે જણાવ્યું કે હાલના તબક્કે ઉત્તરાયણ પર્વની ઉજવણી, કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટેની ગાઈડલાઈનના કડક પાલન અને લોકોના આરોગ્યની જાળવણી, આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ લોકોને સારામાં સારી સુવિધાઓ પૂરી પાડવા જેવી બાબતો, ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. તે દરમ્યાનમાં જ રાજ્યનું નાણા વિભાગ, અન્ય સરકારી વિભાગોના સહયોગથી રાજ્ય સરકારનું વર્ષ 2022-23 માટેનું વાર્ષિક બજેટ તૈયાર કરવામાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp