અંધેરનગરીઃ સચિન જીઆઇડીસીમાં પાણી આપતા નથી છતાં બિલમાં 15 ટકા વધારો કરી મોકલાવ્યા

PC: google.co.in

સુરતની સચિન જીઆઇડીસીમાં પાણીનો પ્રશ્ન વધુ વિકટ બની રહ્યો છે. પહેલા તો પાણી પહોંચાડાતું નથી. લોકો ટેન્કરોથી પાણી મગાવતા હતા છતાં બિલમાં 15 ટકાનો વધારો કરીને બિલ ફટકારી દેવાયા છે.
ઉદ્યોગ અગ્રણી મયૂર ગોલવાલાના જણાવ્યા અનુસાર જીઆઇડીસીમાં છેલ્લા 7થી 8 મહિનાથી કામદારોને પૂરતું પાણી મળતું નથી. બોટલમાં પાણી મગાવવું પડે છે. અગાઉ આ સમસ્યાને લઇને સરકારમાં રજૂઆત કરાઇ હતી. તેને લઇને સરકારે પાણીની વ્યવસ્થા પણ કરી હતી પરંતુ કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. હવે સમસ્યા ઊભી થઇ છે. હવે તે લોકો જ પાણી માગી રહ્યા છે. આ અંગે ઉદ્યોગકારોમાં ભારે કચવાટ છે. આગામી સમયમાં આ સમસ્યાનો ઝડપથી કાયમી ઉકેલ આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી બધાની લાગણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp