આપણે સમજીએ છીએ તેટલી સિલ્ક સાડી ખરેખર મોંઘી છે? જાણો ખરી હકીકત...

ભારત દેશના કેટલાક રાજ્યોમાં સાડી મહિલાઓનું મુખ્ય પરિધાન છે. વિશ્વના સૌથી લાંબા અને પ્રાચીન પરિધાનમાં સાડીની ગણતરી કરવામાં આવે છે. લગભગ 5થી 6 મીટર સુધી લાંબા કાપડના ટુકડાને ચોળી અને બ્લાઉઝ સાથે પહેરવામાં આવે છે. 

સુરત ટેક્સટાઈલ હબ છે. સિલ્ક સિટી તરીકે પણ સુરતની ગણના થાય છે. કાપડ માર્કેટની ભરમાર અને ક્લોથ પ્રોસેસિંગ યુનિટના કારણે સુરતમાં સિલ્ક સાડીના અનેક મેન્યુફેકર્સ છે પરંતુ સુરત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં સિલ્ક સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા યદુનંદન ફેશનના પ્રોપ્રાઈટર રીંકેશ અગ્રવાલ કંઈક અલગ જ જોમ અને જુસ્સા સાથે સિલ્ક સાડીને નવા ક્લેવર આપી રહ્યા છે. મહિલાઓને પોષાય તેવી રીતે ઓછામાં ઓછી રેન્જથી લઈ વધુમાં વધુ રેન્જ સુધીની સાડીઓનું પ્રોડકશન કરે છે અને વેચાણ પણ કરે છે.

યદુનંદન ફેશનના રીંકેશ અગ્રવાલે સિલ્ક સાડી અંગે વાત કરતા Khabarchhe.comને જણાવ્યું કે દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની સાડી પહેરવામાં આવે છે. સિલ્ક સાડીના વ્યવસાયમાં આજે યદુનંદને અડધા કરતાં વધુ રાજ્યોમાં સાડીનો બિઝનેસ ડેવલપ કરી દીધો છે.

સાડીનાં પ્રકાર ગણાવતા રીંકેશ અગ્રવાલે જણાવ્યું કે કાંજીવરમ સાડી, બનારસી સાડી, પટોલા સાડી અને હકોબા સાડી મુખ્ય છે. દરેક પ્રકારની સાડીઓનું યદુનંદન દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને જુદા-જુદા રાજ્યોમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે.

આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં ચંદેરી, મહેશ્વરી. મધુબની, આસામની મૂંગા,રશ્મ, ઓરિસ્સાની બોમકઈ, રાજસ્થાનની બંધેજ, ગુજરતાની ગઠોડા, પટોલા, બિહારની તસર, કાથા, છત્તીસગઢની કોસા રશ્મ, દિલ્હીની રશ્મી સાંજી, ઝારખંડની કોસા રશ્મ, મહારાષ્ટ્રની પૈથાની, યુપીની તાંચી, જામદાની, જામવર અને પશ્ચિમ બંગાળની કાંથા ટંગૈલ વગેરે સાડીઓ પ્રખ્યાત છે.

રીંકેશ અગ્રવાલે જણાવ્યું કે પ્રથમ તો એવું છે કે યદુનંદન ફેશન દ્વારા સાડીઓનું મેન્યુફેકરીંગ પણ જાતે કરવામાં આવે છે. આ ઉપરાંત ડીઝાઈનીંગ ટીમ છે. ચેકઈન પણ અમારે ત્યાં જ થાય છે. ફિનીશીંગ અને પેકેજિંગ પણ અમારે ત્યાં જ થાય છે. આ કારણોથી અમારી સિલ્ક સાડી અન્ય સાડીઓના પ્રમાણમાં સસ્તી છે. દરેક રાજ્યની ડિમાન્ડ પ્રમાણે ઓર્ડર મુજબ સાડી તૈયાર કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે ઓછું પ્રોડક્શન કરવાથી રેટમાં વધારો થાય છે જ્યારે યદુનંદન ફેશન દ્વારા બલ્કમાં પ્રોડક્શન કરવામાં આવે છે જેના કારણે પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય છે. આ ફેકટર પણ સાડી સસ્તી હોવાન માટે કારણભૂત રહેલું છે.

તેમણે જણાવ્યું કે સિલ્ક સાડીનો ટ્રેન્ડ તો સદીઓથી ચાલી આવે છે. હવે સાડી અલ્ટ્રા મોર્ડન બની ગઈ છે. કાંજીવરમ શિફોન સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત વેસ્ટર્ન સાથે જોઈન્ટ થયા બાદ ભારતીય સાડી નવા વાઘા સજી રહી છે. સોશિયલ મીડિયા પર સાડી માટેની મૂવમેન્ટ ચાલે છે.

સિલ્ક સાડીની વાત કરીએ તો આજે સિલ્ક સાડીનું ટ્રેન્ડ ફરી જોર પકડી રહ્યું છે. સિલ્ક સાડીને સામાન્ય મહિલા સુધી પહોંચાડવાનું કામ યદુનંદન ફેશનના રીંકેશ અગ્રવાલ જેવા યંગ બિઝનેસમેન કરી રહ્યા છે. સુરતનાં સિલ્ક સાડીના બિઝનેસમાં યદુનંદન ફેશન અને રીંકેશ અગ્રવાલ નવી દિશા ખોલી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp