અમદાવાદ મેટ્રોરેલ માટે 2200 વૃક્ષો કપાયા છે, ગાંધીનગર મેટ્રો માટે કપાશે આટલા

PC: electriclogsplittercenter.com

 મુંબઇમાં મેટ્રો માટે વૃક્ષો કાપવાનું શરૂ કર્યું છે પરંતુ અમદાવાદમાં બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કપાઇ ગયા છે. બન્ને પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના છે અને એક વૃક્ષની સામે 10 વૃક્ષ વાવવાનો નિયમ જળવાતો નથી. બન્ને પ્રોજેક્ટ માટે રિ-ટ્રી પ્લાન્ટેશન પણ ફેઇલ થયું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં હજારો વૃક્ષો કપાઇ ગયા છે. મુંબઇમાં 20,000થી વધુ મેન્ગ્રુવ્સનો નાથ થવાનો છે.

શહેરોના આયોજનમાં ગેરકાયદે દબાણો નડતા નથી. નેતાઓએ બનાવેલી હાટડીઓ રૂકાવટ બનતી નથી પરંતુ કુદરતના ખોળે ઉછરતાં વૃક્ષો નિશાન બની રહ્યાં છે. બન્ને પ્રોજેક્ટમાં પર્યાવરણ વાદીઓના વિરોધને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. બુલેટ ટ્રેન ઉપરાંત અમદાવાદ મેટ્રોરેલ માટે અત્યાર સુધીમાં 2200 જેટલા ઘટાદાર વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. મેટ્રોરેલના બીજા તબક્કામાં પણ ગાંધીનગરમાં 3000 કરતાં વધુ વૃક્ષો આવે છે તેને કાપી નાંખવાની મંજૂરી પણ લેવામાં આવનાર છે.

બુલેટ ટ્રેનના ટ્રેકમાં નડતરરૂપ થતાં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બન્ને રાજ્યોમાં મળીને કુલ 80,437 જેટલાં ફળાઉ અને અન્ય જાતિનાં વૃક્ષોનો સફાયો કરવામાં આવી રહ્યો છે એમ એક રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ ચળવળ ચલાવતા જાણકારે મેળવેલી વિગતમાં બહાર આવ્યું છે.

 મુંબઇના મેટ્રો કારશેડ બનાવવા માટે બીએમસી એ લગભગ 2700 થી વધુ વૃક્ષોનું નિકંદન કરવાનું કહ્યું છે. આ આદેશ બાદ મુંબઇના રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન થયું છે. વ્હુમન ચેન બનાવીને એકટ્રેસ શ્રધ્ધા કપુર સહિત અનેક ફિલ્મ કલાકારો પણ સામેલ થયાં છે. આ સેલિબ્રિટીઓના લિસ્ટમાં લતા મંગેશકરદીયા મિર્ઝામિની માથુરરવીના ટંડન જેવી સિનેમા જગતની હસ્તીઓએ વિરોધ કર્યો છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp