મુંબઈ-અમદાવાદ રૂટ પર 40 ટકા ટ્રેન ખાલી દોડે છે, બુલેટ ટ્રેન પર પ્રશ્નાર્થ

PC: indiatv.com

મુંબઈ-અમદાવાદ રૂટ બુલેટ ટ્રેનને દોડાવવાની યોજના છે ત્યારે આ રૂટ પર દોડતી ટ્રેનો અંગે ઘટસ્ફોટ થયો છે કે આ રૂટ પર દોડતી ટ્રેનો પૈકી 40 ટકા ટ્રેન ખાલી દોડે છે. આરટીઆઈ દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારીમાં આ ખુલાસો થયો છે. અનિલ ગલગલી નામના આરટીઆઈ કાર્યકરે માંગલી વિગતમાં પશ્ચિમ રેલવેએ માહિતી આપી હતી.
આરટીઆઈનાં જવાબમાં પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે પાછલા ત્રણ મહિનામાં આ રૂટ પર રેલવેને 30 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે મતલબ કે દર મહિને 10 કરોડ રૂપિયાનું નુકશાન નોંધાયું છે.

ભારતીય રેલવેએ સ્વીકાર કર્યો છે કે આ રૂટ પર હાલ કોઈ નવી ટ્રેન દોડાવવાની વિચારણા નથી. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનોમાં 40 ટકા સીટ ખાલી રહે છે.આ જવાબ રેલવેનાં ચીફ અકાઉન્ટન્ટ મનજીતસિંહે આપ્યો છે. ખાલી સીટવાળી ટ્રેનોમાં દુરંતો, શતાબ્દી, લોકશક્તિ, ગુજરાત મેલ, ભાવનગર,, સુરક્ષા, વિવેક-ભૂજ અને અન્ય રેલગાડીઓ સામેલ છે.

આ રૂટ પરની મુસાફરો માટે મહત્વની મનાતા ટ્રેન પૈકી શતાબ્દીમાં કુલ 72,696 સીટની ક્ષમતા છે. જેમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં માત્ર 36,117 સીટ જ ભરી શકાઈ હતી. જ્યારે આ જ ટ્રેનના અમદાવાદ-મુંબઈ રૂટ પર કુલ 67,302 સીટની જ બુકીંગ થઈ શકી હતી. આ ટ્રેન કોઈ પણ સિઝનમાં ભરાયેલી રહેતી હતી પરંતુ હવે આ ટ્રેન પણ ખોટમાં ચાલી રહી છે. આનું કારણ એ છે કે મુબઈ અને અમદાવાદ વચ્ચે મોટર માર્ગે યાત્રા કરવી સરળ બની ગઈ હોવાથી ટ્રેનમાં મુસાફરો ઓછા આવી રહ્યા છે. ગુજરાત અને કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટની સમીક્ષા કરવાની જરૂર છે, એવું ગલગલીએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp