મહેસાણા પાસેના જાલીસણામાં 300 કરોડના મૂડીરોકાણનો લોજિસ્ટીક પાર્ક બનશે

PC: business.site

ઔદ્યોગિક એકમ ઇએસઆર ઇન્ડિયા ઉત્તર ગુજરાતના ઉભરતા ઔદ્યોગિક કેન્દ્ર જાલીસણામાં 36.5 એકર જમીનમાં ઔદ્યોગિક તેમજ લોજિસ્ટીક પાર્ક બનાવી રહી છે. આ કંપનીએ અંદાજે 300 કરોડનું મૂડીકોરાણ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે આ પાર્ક દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર બની રહ્યો છે. એટલું જ નહીં તે કંડલા, મુંન્દ્રા, આઇસીડી ખોડિયાર અને થાર ડ્રાઇ પોર્ટથી જોડાયેલો હશે. નેશનલ હાઇવે-7 ઉપર વિરમગામ-બેચરાજી રાજમાર્ગ પર સ્થિત આ પાર્ક એન્જીનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ, એનર્જી નિર્માણ, મશીનરી, ઓટોમોબાઇલ, ઓટો એન્સિલરીઝ અને ઇ-કોમર્સ જેવા ક્ષેત્રો માટેની જરૂરિયાત પૂર્ણ કરશે.

આ કંપની પાસે ગુજરાતના આ ઔદ્યોગિક અને લોજિસ્ટીક પાર્કમાં 40 હજાર ચોરસફૂટ થી 5 લાખ ચોરસફુટ સુધીની એ-ગ્રેડની સ્પેસ ઉપલબ્ધ હશે. આ કંપનીના જાપાન, સાઉથ કોરિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને વેયતનામ જેવા દેશોમાં પણ ઔદ્યોગિક પાર્કના પ્રોજેક્ટ છે. કંપની ભારતમાં મુંબઇ, પૂના, દિલ્હી, ચેન્નાઇ, બેંગલુરૂ અને અન્ય શહેરોમાં સ્ટેટેજીક લોકેશન ધરાવે છે.

બેચરાજી પાસે વિઠ્ઠલાપુરમાં ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરીંગ કલસ્ટર પાસે આ લોજિસ્ટિક પાર્ક બની રહ્યો છે. આ એવો વિસ્તાર છે કે જે મારૂતીના પ્રોજેક્ટ પછી ઓટો હબ તરીકે ઉભરી રહ્યો છે. આ વિસ્તાર મારૂતી ઉપરાંત સુઝુકી, હોન્ડા કાર, હોન્ડા મોટરસાઇકલ, સ્કૂટર અને ટોયોટો કંપીઓના ઉત્પાદન પ્રોજેક્ટથી ધમધમી રહ્યો છે. ઇએસઆર કંપની જાલીસણામાં પાર્કનો આ પ્રોજેક્ટ નાંખી રહી છે તેથી આ વિસ્તારમાં સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થવાની સંભાવના છે. આ કંપની એસિયા પેસેફિક માર્કેટમાં ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટીક રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ વિકસાવી રહી છે. આ કંપનીએ ગુજરાત ઉપરાંત તામિલનાડુમાં આયોજીત ઇન્વેસ્ટમેન્ટ કોન્ક્લેવમાં ઔદ્યોગિક પાર્ક વિકસિત કરવાની યોજના પણ બનાવી છે. કંપનીએ તામિલનાડુ સરકાર સાથે 550 કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટેના સમજૂતી કરાર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp