AI રી. ડિરેક્ટરે સિડની એરપોર્ટની શોપમાં કરી ચોરી, પછી આપ્યું અજીબ કારણ, સસ્પેન્ડ

PC: thehindu.com

સામાન્ય માણસ ચોરી કરે તો બરાબર પરંતુ લાખોનો પગાર અને તે ઉપરાંત પણ ઉપરની આવક મેળવતા સરકારી અધિકારીઓ ચોરી કરતા પકડાય તો ખરેખર નવાઇ લાગે. આવો એક કિસ્સો બન્યો છે. એર ઇન્ડિયાના રીજનલ ડીરેક્ટર ઓસ્ટ્રેલિયાની સિડની એરપોર્ટની ડ્યુટી ફ્રી શોપમાં ચોરી કરતા પકડાઇ જતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એર ઇન્ડિયાએ રવિવારે તેમના રીજનલ ડિરેક્ટર રોહિત ભસીનને સસ્પેન્ડ કરી દીધા. ઇસ્ટ રીજનના ડીરેક્ટરે સિડનીથી દિલ્હી આવતી ફ્લાઇટ વખતે સિડની એરપોર્ટની ડ્યૂટી ફ્રી શોપમાંથી એક વોલેટની ચોરી કરી હતી. તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેને કારણે તાત્કાલિકપણે તેમને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. તેઓ આ ફ્લાઇટના એક પાયલટ તરીકે હતા. તેમણે કરેલી ચોરી અંગે ઓસ્ટ્રેલિયાના રીજનલ મેનેજરે એર ઇન્ડિયાને લેખિતમાં ફરિયાદ કરી હતી.

જોકે, એર ઇન્ડિયાએ તેમને સસ્પેંડ કરી જણાવ્યું હતું કે કંપની તેમના સ્ટાફ પાસેથી ઇમાનદારીપૂર્વકના વ્યવહારની અપેક્ષા રાખે છે. જો કોઇ આવું કરે તો કડક કાર્યવાહી કરાય છે. કંપનીએ તેમને આવું કરવા પાછળનું કારણ પૂછ્યું તો તેમણે એવો બચાવ કર્યો હતો કે તે વખતે તેમને દાદા બનવાના ન્યૂઝ મળ્યા હતા. જેનાથી તેઓ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા. તે કારણથી તેમનાથી આવું થઇ ગયું. ઉલ્લેખીય છે કે આ અધિકારીના પરિવારમાં તેમના પત્નીથી લઇને દીકરો સહિત ઘણા લોકો પાયલટ છે. જેમણે તેમના આ વ્યવહારથી ક્ષોભમાં મૂકાવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે ચોરી કરવાની એક બીમારી પણ હોય છે. અમીર પરિવારના લોકો પણ આવું કરતા હોય છે. આ બીમારીને ક્લેપ્ટોમેનિયા કહેવાય છે. 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp