કોરોના કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ માટે એક સારા સમાચાર

PC: khabarchhe.com

ભારત અને ગુજરાતના વિવિધ શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ વિક્રમગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના એક રિપોર્ટ પ્રમાણે દેશના 100 સ્માર્ટ સિટીની સરખામણીએ અમદાવાદનો ક્રમ પહેલો આવ્યો છે. આ અગાઉ અમદાવાદનો ક્રમ બીજો હતો, પરંતુ હવે પહેલો ક્રમ આવી ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 100 સ્માર્ટ સિટીની જાહેરાત કરી તેના વિકાસ માટે ફંડ આપ્યું છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની દેખરેખ હેઠળ આ સ્માર્ટ સિટીને સમગ્ર દેશમાં પહેલું સ્થાન મળ્યું છે. કોરોના વાયરસના સંક્રમણના સમયમાં સ્થાનિક લોકોને સુરક્ષિત રાખવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉત્તમ કામગીરી કરી છે. કોરોના સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા અમદાવાદમાં 64 થવા જાય છે જે ગુજરાતમાં સૌથી વધુ છે તેમ છતાં કોર્પોરેશને લીધેલા પગલાં સરાહનિય છે.

થોડા સમય પહેલાં ભારત સરકારે જે ક્રમ આપ્યો હતો તેમાં અમદાવાદનું સ્થાન બીજું આવ્યું આવ્યું હતું.  એ સાથે ગુજરાતના ત્રણ શહેરોને ટોપ ટેન સિટીમાં સ્થાન મળ્યું હતું. દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદ બીજાક્રમે, સુરત પાંચમા ક્રમે અને વડોદરા નવમા ક્રમે રહ્યું હતું. રાજકોટને 43મું સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં બીજા દાહોદ, ગાંધીનગર અને દીવનો સમાવેશ સ્માર્ટ સિટીની યાદીમાં કરવામાં આવેલો છે. એ સમયે ઉત્તરપ્રદેશના કાનપુરને પહેલોક્રમ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp