આખરે રૂપાણી સરકારને ફળી રહ્યા છે ગાંધીજી, મંદિરની કમાણી વધી

PC: blogspot.com

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મોદી સરકારે બનાવેલું મહાત્મા મંદિરની આવક ધીમે ધીમે વધતી જાય છે. આ મંદિર એ સરકાર માટે કમાણીનું સાધન બન્યું છે. મોદી સરકારે 2007ની વાયબ્રન્ટ સમિટ મહાત્મા મંદિરમાં કરી હતીત્યારબાદ 20092011201320152017 અને 2019ની ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ આ મંદિરમાં થઇ છે. જો કે વાયબ્રન્ટ સમિટનું ભાડું લેવામાં આવતું નથી.

રાજ્યના ઉદ્યોગ વિભાગે જણાવ્યું હતું કે ગાંધીનગરના મહાત્મા મંદિરનો કુલ ખર્ચ 500 કરોડની આસપાસ થયો છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર માત્ર 182 દિવસમાં ઉભું કર્યું હતું. આજે આ મંદિર એ ગાંધીનગરનું ઘરેણું બન્યું છે અને આવકનું સાધન સાબિત થયું છે. એટલે કે ગાંધીજી હવે સરકારને આવક પેદા કરવા માટે કામ લાગ્યા છે. પ્રતિવર્ષ મંદિરની ભાડાની આવકમાં વધારો થઇ રહ્યો છે.

આ મંદિરના મુખ્ય હોલ ઉપરાંત સેમિનાર હોલમાં વિવિધ ઉદ્યોગ જૂથો કાર્યક્રમો કરે છે. આ મંદિરમાં છેલ્લા છ વર્ષમાં પ્રદર્શનકોન્ફરન્સ અને સેમિનારો થયાં છે. છ વર્ષમાં 150 સરકારી કાર્યક્રમો થયાં છેજ્યારે 110થી વધારે પ્રાઇવેટ કાર્યક્રમો થયાં છે. ઉદ્યોગ વિભાગે સરકારી કાર્યક્રમો પૈકી સાત વર્ષમાં 16.50 કરોડ રૂપિયાની આવક ઉભી કરી છે. એ ઉપરાંત ખાનગી કાર્યક્રમના આયોજકો પાસેથી 18.70 કરોડ રૂપિયા ભાડા પેટે ઉઘરાવ્યા છે. હવે તો સરકારે રેલ્વેસ્ટેશનને મોર્ડન બનાવ્યું છે અને મહાત્મા મંદિર પાસે ફાઇવસ્ટાર હોટલ બનાવી છે તેથી પ્રવાસીઓ અને આયોજકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે મહાત્મા મંદિર કોઇપણ આયોજકને ભાડેથી આપવામાં આવે છે. સરકારી કાર્યક્રમો કરવા હોય તો પણ ભાડુ વસૂલ કરવામાં આવતું હોય છે. ગુજરાતમાં કોઇ આયોજક મોટું પ્રદર્શન કરવા માગતો હોયસેક્ટર સેમિનાર કરવા માગતો હોય તો મહાત્મા મંદિર એક ઉત્તમ જગ્યા છે અને તેનું ભાડું પણ ખૂબ ઓછું હોય છે. સ્વેરફુટ પ્રમાણેનું ભાડું એટલે કે જેને જેટલી જરૂરિયાત હોય તેટલી જગ્યા ફાળવવામાં આવતી હોય છે. જો કે વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમનું કોઇ ભાડું રાખવામાં આવતું નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp