ગુજરાતની ખેડૂતોના સંઘર્ષ સામે પણ સરકારે અંતે 5 વર્ષે ઝૂકવું પડ્યું

PC: dnaindia.com

અમદાવાદથી વાપીના 350 કિલો મીટરના ગોલ્ડન કોરીડોરમાં 100 ઔદ્યોગીક વસાહતો, 40 હજાર ઉદ્યોગો, નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈને, દિલ્હી મુંબઈ કોરીડોર, કોસ્ટલ હાઈવે, રેલવે, દિલ્હી મુંબઈ હાઈવે, શહેરો અને વ્પારી મથકોના કારણે ખેતીને ભારે મોટું નુકસાન થયું છે. હજારો હેક્ટર જમીન જેમાં જતી રહી છે. પાણીના પ્રદુષણના કારણે લાખો હેક્ટર જમીન ખરાબ થઈ ગઈ છે. ખેતી અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે.

નેશનલ હાઈવેની બન્ને બાજુ 5 કિલોમીટરનો વિસ્તાર ગણતા આવા 5 હજાર ચોરસ કિલોમીટર એટલે કે 5 લાખ હેક્ટર જમીન ગોલ્ડન કોરીડોરમાં આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોની જમીનો બરબાદ થઈ છે. આખા ગુજરાતમાં ચોમાસામાં 94 લાખ હેક્ટરમાં ખેતી થાય છે. ત્યારે વધુ એક બુલેટ ટ્રેનનો સામે ખેડૂતોએ 5-6 વર્ષ સુધી લડવું પડ્યું છે.

ખેડૂતોનું આંદોલન

ગુજરાતમાં દર વર્ષે 900 નાના કે મોટા આંદોલનો કે દેખાવો ખેડૂતોએ કરવા પડે છે. આવું જ એક આંદોલન સરમુખત્યાર રૂપાણી, મોદી, ભૂપેન્દ્ર પટેલની સરકારો સામે લડવું પડતું આ્વ્યું છે, જે છે બુલેટ ટ્રેન સામેનું આંદોલન. જે પંજાબના ખેડૂતોના 1 વર્ષના આંદોલનને ટક્કર માટે એવું છે. 2017થી આજ સુધી તે આંદોલન ચાલી રહ્યું છે. 5 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું છે. જેમાં ભાજપ સરકારે કેટલાંક ખેડૂત નેતાઓને ફોડીને ફાટ પડાવવાની ભરપૂર કોશિશ કરી છે.

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાતના ખેડૂતોએ 2017થી 2022 સુધીના 6 વર્ષ સુધી આંદોલન કરીને સફળતા મેળવી છે. પહેલા 200 કરોડ આપવાનું સરકારે નક્કી કર્યું હતું. પણ ખેડૂતોની લડતના કારણે 7 હજાર કરોડ વળતર ચૂકવવું પડ્યું છે.

કેટલી જમીન

બુલેટ ટ્રેનના 508.17 કિલોમીટરના કોરિડોરમાંથી 155.76 કિલોમીટર લાંબો કોરિડોર મહારાષ્ટ્રમાં પસાર થાય છે. ગુજરાતના 348.04 કિલોમીટર અને દાદરા નગર હવેલા 4.3 કિલોમીટર વિસ્તારમાં રેલવેને જમીન મેળવવાની થાય છે. ગુજરાતમાં 298 ગામોમાંથી 1434 હેક્ટર અને મહારાષ્ટ્રના 104 ગામોમાંથી 350 હેક્ટર જમીન જઈ રહી છે.

196 ગામની જમીન સંપાદન કરવામાં ગામમાં 4 ગણા અને શહેરની જમીનના 2 ગણા ભાવ આપવાનું સરકારે નક્કી કર્યું છે. પણ તેનો અમલ થયો નથી. રાજ્ય સરકાર આ અંગે જાહેરનામું બહાર પાડવાની હતી જે વર્ષો સુધી બહાર પાડી શકી ન હતી.

14મી સપ્ટેમ્બર 2017માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનીઝ કાઉન્ટર પાર્ટ સિંઝો આબે દ્વારા અમદાવાદમાં ફાઉન્ડેશન સ્ટોન રાખવામાં આવ્યો ત્યારથી ખેડૂતો સમજી ગયા હતા કે તેમની માતા સમાન જમીન જવાની છે. સમગ્ર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પૂર્ણ કરવાની સમયમર્યાદા ડિસેમ્બર 2018 નક્કી કરવામાં આવી હતી. પણ કેટલીક તો 2022 સુધી જમીન મેળવી નથી.

મુંબઇ અને અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના વિસ્તારમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન બન્ને બાજુ જમીન આવેલી છે. જે સરકાર જંત્રીના ભાવે જમીન લઈ લેવા માંગતી હતી. પણ ખેડૂતોએ બજારભાવનો આગ્રહ રાખ્યો હતો. છતાં સરકાર ન માની એટલે ખેડૂતોએ બજારભાવના 4 ગણા ભાવ માંગવાનું શરૂ કર્યું હતું.

ખેડૂતોના વિરોધના કારણે જાપાનનું રાજકીય દબાણ ભારત સરકાર પર આવવાનું શરૂ થયું ત્યારે મોદીએ ખેડૂતો સામે નમતુ જોખવાનું શરૂ કર્યું હતું. પણ ત્યાં સુધીમાં તો પ્રોજેક્ટની જમીન લેવામાં 4 વર્ષનો વિલંબ થઈ ચૂક્યો હતો.જમીન લેવા માટે સુરતના જ સાંસદ દર્શના જરદોશને રેલ રાજ્ય પ્રધાન બનાવવાની ફરજ પડી હતી. બીજી બાજું સી આર પાટીલને મોદીએ જવાબદારી સોંપવી પડી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવ્યું છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી 2021ના એપ્રિલથી ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે.

કોર્પોરેશનના સૂત્રોએ કહ્યું હતું કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 1025 હેક્ટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવી છે. જે પૈકી 5535 કરોડ રૂપિયા ગુજરાત અને 1421 કરોડ રૂપિયા મહારાષ્ટ્રના ખાનગી જમીન માલિકોને આપી દેવામાં આવ્યા છે. હજી 3000 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ થશે. આમ 10 હજાર કરોડ ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને ખેડૂતોને ચૂકવવાશે.

દાદરા અને નગર હવેલીમાં 7.52 હેક્ટર જમીન પેટે 70 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એક હેક્ટરના 10 કરોડ થયા છે. ગુજરાતના ખેૂડતને 6 વીઘાના 7 કરોડ ચૂકવાયા નથી. મહારાષ્ટ્રમાં 430 હેકટર, ગુજરાતમાં 1000 હેકટર જમીન પર રેલ છે.

પહેલેથી જ મોદી સરકારે જોહુમી કરીને ખેડૂતોની જમીન જપ્ત કરવા પોલીસ ફોર્સનો બેફામ ઉપોયગ ગુજરાતમાં કર્યો હતો. તંત્રનો ખોટો ઉપયોગ કર્યો તે મોદી અને રૂપાણી સરકારની મોટી ભૂલ હતી. તેથી પ્રોજેક્ટ વિલંબિત થઈ ગયો. જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું 2020માં શરૂં કર્યું હતું.

ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમાં જાપાનની કંપની જાપાન ઇન્ટરનેશનલ કો. ઓપરેશન એજન્સી (જીકા) Japan International Operation Agency (GICA) સામે ખટલો દાખલ કરવાનું જાહેર કર્યું હતું.ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની મનની વાત વિરૃદ્ધ જુલમ કરીને મોદી સરકાર જમીન જપ્ત કરવા માંગતી હતી. પૂરતું વળતર અને જમીનની સામે એવી જ જમીનની માંગણી કરતાં હતા.

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ ઘોંચમાં પડ્યો છે, તેની રજેરજની જાણકારી મેળવવા જાપાનથી 90 લાખનો ફએલાવો ધરાવતા જાપાનના સૌથી મોટા મીડિયા સમૂહ યોમીયુરી ગ્રુપનું અખબાર ધ યોમીયુરી શિમ્બુન- જાપાન ન્યૂઝ પેપર (The Yomiuri Shimbun) ના જર્નાલિસ્ટ શુ-કોમાઈન (Sho Komine) અને દિલ્હી સ્થિતિ બ્યુરો ચીફ તવકીર હુસૈન સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 4 દિવસ સુધી મળ્યા હતા.

ટીવીમાં ખેડૂતોના સમાચાર દબાઈ જતાં હતા પણ જાપાનના પત્રકારો  ગુજરાતમાં આવીને જાપાનમાં સમાચારો લખતા હતા. ગુજરાતમાં લોકશાહી રહેવા દીધી નથી. જેનાથી મોદી સરકાર પર વૈશ્વિક દબાણ વધ્યું હતું અને ખેડૂતોની વાત માનવી પડી હતી. જાપાનની ફાઈનાન્સ કંપની ઝીકા પર દબાણ વધ્યું હતું.

ગુજરાતની અદાલતે ગુજરાત સરકારની તરફેણમાં ચૂકાદો આપતાં ખેડૂતો  સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.જમીનના ભાવ ઊંચા છે અહીંની ફળદ્રુપ જમીન છે. સુરતના જિલ્લાના 28 ગામોની જમીન સંપાદન કરી છે.  ખેડૂતો ન ઝૂકતા નવેમ્બર 2019માં ભાજપના નેતાઓ મેદાને આવ્યા અને જશ ખાટવા લાગ્યા હતા. ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ અને હાલના મંત્રીએ 8 ગામના ખેડૂતોને જંત્રીદર કરતાં સાત ગણું વળતર આપવાની માંગણી કરી હતી.

ગુજરાત ખેડૂત સમાજના નેતા  હેઠળ જમીન આપવાનો વિરોધ કર્યો હતો. કારણ સરકાર 2011ના જંત્રીના ભાવે જમીન પડાવી લેવા માંગતી હતી. ચોરસમીટર 100 રૂપિયાથી ઓછા હતા. દક્ષિણ ગુજરાતના ખેડૂત ચોરસ મીટરના 708 માંગી રહ્યાં હતા. 150 ખેડૂતો હતા.

ઓલપાડ તાલુકાના ચાર ગામો કુસાદ, કામમાલી, કટોદરા અને મુદાદમાં 130 ખેડૂતોએ વિરોધ કર્યો હતો.કેટલાંક ખેડૂતોને બીજા વિસ્તારમાં 52 ટકા વધુ દરો આપવા કહ્યું તો પણ ઇન્કાર કરી દેવાયો હતો. ખેડૂતો પર પ્રતિકૂળ અસર પડવાની હતી.

ખેડૂતોને જમીન ખાલી કરવા માટે યોગ્ય વળતર પણ ઓફર કરતું નથી. 17 જૂન JICA ટીમ અનુક્રમે ડિસેમ્બર 2018 અને જાન્યુઆરી 2019 માં ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. 

ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ઉકેલવા માટે કાયદેસર અને નૈતિક રીતે જીકા જવાબદાર છે. ખેડૂતોએ પત્ર લખ્યા અને કહ્યું કે, જીકાએ જમીનના લાગુ કાયદા અને તમારી આંતરરાષ્ટ્રીય એજન્સી અને આંતરરાષ્ટ્રીય ધોરણોના નિયમો અને નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આમ ન કરવું, લોકશાહી સિદ્ધાંતો અને માનવ અને અન્ય બધી પ્રજાતિઓની ભવિષ્યની પેઢીઓ તરફની અમારી સામુહિક જવાબદારીને વધુ નબળી બનાવશે. પહેલેથી જ પ્રક્રિયા માન્ય માન્ય માહિતી સંમતિ સિદ્ધાંતો પર કામ કરતું નથી અને ખેડૂતોને જમીનને લેવા માટે યોગ્ય અને યોગ્ય વળતર પણ ઓફર કરતું નથી.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને JICAએ ખેડૂતને લગતા અનેક દસ્તાવેજો જાહેર કર્યા નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્ષેત્ર અને અસરગ્રસ્ત લોકોમાં કામ કરતી અન્ય સંસ્થાઓ સાથે, પર્યાવરણ અને સામાજિક અસરોના પરિણામે અસ્પષ્ટ ઉલ્લંઘન સંબંધિત મુદ્દાઓ અને ચિંતાઓ ઉભા કર્યા હતા.

બુલેટ ટ્રેન – ‘બુલેટ્સ’ એટલે કે ‘એ સિમ્બોલ ઑફ હિંસન્સ, સંપૂર્ણ બળ’ સાથેની ટ્રેન છે. 10 જૂન 2019 ના રોજ એક પત્ર નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરને મોકલવામાં આવ્યો હતો.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 7 અને 8 ડિસેમ્બર, 2018 ના રોજ ગુજરાતની મુલાકાત પછી, જાપાની ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઈસીએ)માં સ્થાનિક ખેડૂતોએ આપેલી વિગતોના આધારે તૈયાર કરેલો અહેવાલ જાહેર કરવા માટે પર્યાવણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ દ્વારા માંગણી કરી હતી.

ખેડૂતોએ શું રજુઆતો કરી હતી ?

196 ગામના 5000 ખેડૂતોએ તાલુકા અને જિલ્લા પ્રમાણે જંગ ખેલ્યો છે. સરકાર અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનને લઈને ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી જમીન આપવા સામે વિરોધ કરી રહ્યાં હતા.

સંપાદીત જમીનનું યોગ્ય વળતર નહીં મળતું હોવાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. સરકારે વડી અદાલતમાં કહ્યું બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન લેવામાં કૂલ રકમના 50 ટકા વધુ અપાશે જ્યારે મહેસૂલ પ્રધાને તે જ દિવસે જાહેર કર્યું કે જમીનના 4 ગણા ભાવ આપવામાં આવશે.આમ સરકાર ખેડૂતો માટે જાહેરમાં અને કાનૂની દાવા માટે અલગ ધોરણ અપનાવી રહી છે. જે બતાવે છે કે, સરકાર કંઈક છૂપાવી રહી છે અને ખેડૂતોને છેતરી રહી છે.

 રૂ.900 કરોડનું વળતર

ખેતીની જમીનનું ખેડૂતો માંગી રહ્યાં છે એવું રૂ. 900 કરોડનું વળતર આપવું ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા તેમાં કાપ મૂકીને માત્ર રૂ. 200 કરોડ આપવાની ગણતરી કરવામાં આવી રહી છે. તેથી ગુજરાત સરકાર અને ખેડૂતો વચ્ચે જમીનની લડાઈ ચાલી રહી છે. જો ટ્રેન માટે રૂ. 1.20 લાખ કરોડ ખર્ચવામાં આવતાં હોય તો જેમની જમીન જઈ રહી છે તેમને રૂ. 900 કરોડ જેવી રકમ કેમ આપવામાં આવતી નથી, એવું 5000 ખેડૂતો પૂછી રહ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp