ભાવનગરને અમદાવાદ, સુરત અને મુંબઈ સાથે જોડતી ડેઈલી ફલાઈટ થશે શરૂ

PC: wikipedia.org

ભાવનગરના મહિલા સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતથી મળેલી સફળતા 15 જાન્યુઆરી-2018થી ભાવનગર-અમદાવાદ-સુરત અને 28 જાન્યુ-2018થી ભાવનગર-મુંબઈ ડેઇલી ફ્લાઈટનો જનતાને મળશે લાભ.

ભાવનગરથી અમદાવાદ,સુરત તેમજ દિલ્હીને જોડતી સેવા શરુ કરાવવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કેન્દ્ર સરકારના મંત્રી પી.અશોક ગજપતિ રાજુજી અને વિમાન રાજ્ય મંત્રી જયંતસિન્હાને તેમજ પાર્લામેન્ટમાં ભાવનગરના મહિલા સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવી હતી. રજૂઆતના પરિણામ સ્વરૂપ આગામી 15 જાન્યુઆરીથી ભાવનગર-અમદાવાદ-સુરત અને 28 જાન્યુઆરીથી ભાવનગર-મુંબઈ ડેઇલી ફ્લાઈટનો પ્રારંભ થશે. ફલાઈટ શરૂ થતા વિકાસના દ્વાર ખુલશે અને હીરા ઉધોગ સહીત અન્ય ઉધોગ સાથે સંકળાયેલા લોકોને વિમાની સેવા મારફત ભાવનગર થી અન્ય શહેરોને સીધી રીતે જોડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.