ક્ચ્છમાં પવન અને સૌર ઉર્જાથી બનતી વીજળીનો સગ્રહ કરવા સૌથી મોટું આયોજન

PC: curlytales.com

દેશના લેહ લદાખ પછી ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડામાં દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્કમાં લગભગ 14 ગીગાવોટ-કલાક (જીડબલ્યુએચ) ગ્રીડ સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવા માટેની યોજના બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારની સીધી નજર છે અને ગુજરાત સરકારને જમીન પ્રક્રિયા પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે.

લેહ-લદાખમાં 13 ગીગાવોટ-કલાક ગ્રીડ સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવાની સૌથી મોટી યોજના ઉપરાંત કેન્દ્રની આ નવી યોજના છે. આ બેટરી સ્ટોરેજ ભારતના પાવરગ્રીડને સ્થિર રાખવા માટે મદદ કરશે. દેશમાં સોલાર અને પવન ઉર્જાથી વીજળી તો ઉત્પાદિત થાય છે પરંતુ તેને સ્ટોરેજ માટેની કોઇ સુવિધા અત્યાર સુધી સ્થાપિત થયેલી નથી પરંતુ હવે તે સ્થાપિત કરવાનું આયોજન છે.

એક જીડબલ્યુએચ એટલે કે 1000  એમડબલ્યુએચની બેટરી ક્ષમતા 10 લાખ ઘરમાં એક કલાક અને 30,000 ઇલેક્ટ્રિક કારને વીજળી આપવા માટે પર્યાપ્ત છે. દુનિયામાં સૌથી વધુ ઇન્સ્ટોલ સ્ટોરેજ કેપેસિટી માત્ર 400 એમડબલ્યુ છે. તેમણે કહ્યું હતું કે 1000 મેગાવોટ-કલાક એક સ્ટાર્ટર છે જેને 4000 એમડબલ્યુએચ સુધી વધારી શકાય છે.

લેહ-લદાખમાં 10,000 મેગાવોટ અક્ષય ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવામાં આવી રહી છે તેથી ત્યાં 13000 એમજબલ્યુએચની ક્ષમતા જોડી શકાય તેમ છે. એવી જ રીતે કચ્છના ખાવડામાં 10,000 થી 15000 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ શરૂ થવાનો છે તેથી ત્યાં 13000 થી 14000 એમડબલ્યુએચ ક્ષમતા જોડી શકાય તેમ છે. કચ્છમાં ઉભો થનારો પાર્ક દુનિયાનો સૌથી મોટો પાર્ક હશે જ્યાં અંતે 30 જીડબલ્યુ ઉર્જા શક્તિ ઉત્પન્ન કરી શકાશે.

કચ્છમાં 72600 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા 30,000 મેગાવોટ સોલાર અને વિન્ડ એનર્જી આપનારા હાઇબ્રીડ પાર્ક માટે 1.35 લાખ કરોડના મૂડોરોકાણની જરૂરિયાત ઉભી થશે. ભારતમાં સોલાર અને વિન્ડ પાવરની સ્થાપિત ક્ષમતા 100 જીડબલ્યુથી વધુ થઇ ચૂકી છે અને 63 ડીડબલ્યુ નિર્માણાધિન છે. 2023 સુધીમાં 450 જીડબલ્યુ અક્ષય ઉર્જા ક્ષમતા માટેની કેન્દ્રની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp