કચ્છ જતો બે જિલ્લાનો સરહદી હાઇવે આઠ લેનનો કરાશે

PC: wikimedia.org

પાકિસ્તાનને અડીને આવેલી કચ્છ અને બનાસકાંઠાની સરહદે અતિ મહત્ત્વનો એવો સામખિયાળીથી રાધનપુર જવાનો હાઇવે આઠ લેનનો કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. બોર્ડર વિકાસ કાર્યક્રમ અન્વયે આ માર્ગને પહોળો કરવામાં આવી રહ્યો છે.

આ માર્ગને પહોળો કરવા માટે સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું માર્ગ-મકાન વિભાગના એક અધિકારીએ કહ્યું છે. રણોત્સવ તેમજ મહત્ત્વના બંદરો સુધી પહોંચતો આ માર્ગ પહોળો થવાથી વાહનચાલકોને મુસીબતનો સામનો કરવો પડશે નહીં. ટ્રાફિક સરળ બનશે.

ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને વાહનચાલકો પોતાના નિર્ધારિત સ્થળે સમયસર પહોંચી જાય તેવા ઉદ્દેશ સાથે રાધનપુરથી કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી સુધીના માર્ગને પહોળો કરી આઠ માર્ગીય બનાવવા માટે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારની નેશનલ હાઇવે ઓથોરિટી આ માર્ગનું નિર્માણ કાર્ય કરી રહી છે.

અધિકારીએ કહ્યું હતું કે માર્ગને પહોળો બનાવવા નવી જમીનની આવશ્યકતા હોવાથી જમીન સંપાદન કરવાનું પણ થાય છે. હાલ સામખિયાળીથી ગાંધીધામ સુધી છ માર્ગીય વાહનવ્યવહાર છે તેથી આ માર્ગને આઠ લેનનો બનાવવામાં આવતા ભારે ટ્રાફિકને હળવો બનાવી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp