PM મોદીની જાહેરાત છતા આ જગ્યાએ હજુ સુધી BRTS નથી પહોંચી, હવે નવી વ્યવસ્થા

PC: khabarchhe.com

મોબિલિટી સર્વિસીસ પ્રોવાઇડર ચાર્ટર્ડ સ્પીડે ભારતના પ્રથમ સ્માર્ટ સિટી અને આઇએફએસસી – ગિફ્ટ સિટી સાથે શહેરમાં ગતિશીલ ઇલેક્ટ્રિકલ વ્હિકલ્સ (ઇવી) બનાવવા માટે સંયુક્તપણે કામ કરવા સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે.

આ જોડાણનો ઉદ્દેશ ગિફ્ટ સિટીથી અને ગિફ્ટ સિટી સુધી અવરજવર કરવા માટે જાહેર પરિવહન સુવિધાઓ વધારવાનો તેમજ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ઇવી માળખાને પ્રોત્સાહન આપવાનો અને તેને મજબૂત કરવાનો છે.

આ એમઓયુના ભાગરૂપે ચાર્ટર્ડ સ્પીડ ઇન્ટ્રા અને ઇન્ટર-સિટી સ્તર માટે ઇવી મોબિલિટી પ્રદાન કરશે, જેમાં કંપની અમદાવાદ અને ગાંધીનગર સાથે ગિફ્ટ સિટીને જોડતી ઇલેક્ટ્રિક બસ સર્વિસી કાર્યરત કરશે તથા ગિફ્ટ સિટીમાં કામ કરતાં, રહેતાં અને મુલાકાત લેતાં લોકોની સુવિધા માટે ઇલેક્ટ્રિક બાઇક પ્રદાન કરશે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ કહ્યું હતું કે ઇવી અને હાઇબ્રિડ વાહનો લોકોની અવરજવરની રીતમાં આવશ્યક પરિવર્તન લાવશે. આ જોડાણ ગિફ્ટ સિટી સુધી અને ગિફ્ટ સિટીમાંથી અવરજવર માટેના વિકલ્પો પણ વધારશે.

ગિફ્ટ સિટીમાં આવવા જવા માટે અત્યારે કોઇ જાહેર પરિવહનની વ્યવસ્થા નથી. કેટલીક કંપનીઓ પ્રાઇવેટ વાહનો ચલાવે છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટેનો આ એક વિકલ્પ બનશે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમદાવાદની બીઆરટીએસને ગિફ્ટ સિટી સુધી લંબાવવા માટેની જાહેરાત કરી હતી પરંતુ હજી સુધી સુવિધા શરૂ થઇ શકી નથી. હવે આ નવી સુવિધા ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ મુલાકાતીઓ માટે ઉપલબ્ધ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp