કેન્દ્ર સરકારે મંજૂરી ન આપતા 137ના બદલે 131 મીટર પાણી ભરાયું બીજું દરિયામાં વહી

PC: khabarchhe.com

નર્મદા ડેમનાં 10 દરવાજા રાત્રે 1:30 વાગ્યે ખોલાયા હતા. તેથી ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 19 ફુટે પહોંચી છે. સાવચેતી માટે સપાટી 22 ફૂટ છે. ભયજનક સપાટી 24 ફૂટ સુધીની રાખવામાં આવી છે. વર્ષો બાદ ભરૂચ શહેરના કિનારે નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. ઘણું પાણી સમુદ્રમાં પાણી વહી રહ્યું છે. કારણ કે કેન્દ્ર સરકારે 137 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી આપી નથી. તેથી ખેડૂતોને ઓછુું પાણી મળશે 

ગેટ નંબર 14 પ્રથમ ખોલાયો હતો. 10 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલાયા છે. ત્રણ વર્ષમાં પ્રથમ વાર દરવાજા ખોલાયા છે. પાણીની સપાટી 131 મિટર વટાવતા દરવાજા ખોલાયા છે. હાલ ડેમની સપાટી 131.20  મીટર પર છે. દર કલાકે 32 સે.મી. નો વધારો થઈ રહ્યો છે.

નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી છે.

બંધમાં પાણીની આવક - 180788 ક્યુસેક્સ છે અને જાવક - 89582 કયુસેક્સ છે.

ગોરા બ્રિજ સાવચેતી રૂપે બંધ કરાયો છે. ભરૂચમાં  મોડી રાત્રીથી નીચાણવાળા વિસ્તારો તેમજ 20 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા નદીના કાંઠાના ત્રણ જિલ્લા વડોદરા,ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ અપાયું છે. નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ.

નર્મદા ડેમમાંથી ભારે પાણી છૂટતા ગોરા ગામનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ પણ કહેવાય છે અને ચોમાસામાં આ પુલની રેલિંગ પણ કાઢી લેવાય છે. નર્મદા ડેમથી સૌથી પહેલો આ બ્રિજ છે જે પથ્થરોથી બનેલો છે.

રાજયમાં ૧૩ જળાશયો છલકાયા

૯ ઓગસ્ટ-૨૦૧૯ સવારે 8 કલાકની સ્થિતિએ સરેરાશ 66.44 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 35 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 13 જળાશયો છલકાયા છે. 12 જળાશયો 70 થી 100 ટકા તેમજ 14 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 75.99 ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 93.26 ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.  

રાજ્યમાં હાલમાં 1000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 411490, ઉકાઇમાં 429063, કરજણમાં 69360, હડફમાં 69000, કડાણામાં 39433 સુખીમાં 35040, મચ્છનાલામાં 23049, દમણગંગામાં 22332, પાનમમાં 22160 કાલી-૨ 11773, વેર-૨માં 9258 ક્યુસેકનો સમાવેશ થાય છે. 

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 16.70 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 60.33 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 58.30 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.46 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 20.38 એમ રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 46.58 ટકા એટલે 259343.13૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં  જણાવાયું છે.

ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પરિણામે ડેમના જળાશયમાં વરસાદી પાણી આવ્યું છે તે હિલ્લોળા લેતા અગાધ જળરાશિને તેમણે પૂરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ – ચુંદડીથી વધાવ્યા હતા. મુખ્યમંત્રીએ નર્મદા જળને વધાવતા કહ્યું કે, નર્મદા ડેમ ૧૩૧.પ મીટરે ભરીને ગુજરાતે પોતાનું ઇજનેરી કૌશલ્ય – ટેકનીકલ ક્ષમતા પૂરવાર કરી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp