RBIના સપોર્ટમાં આવ્યા IMFના મુખ્ય અર્થશાસ્ત્રી, જાણો શું કહ્યું

PC: ndtv.com

ભારતીય રિઝર્વ બેંક અને ફાઇનાન્સ મીનીસ્ટ્રી વચ્ચે ગત થોડા દિવસોમાં આવેલ તણાવના સમાચારને લઇને IMFના મુખ્ય અર્થશાસ્ત્રી મૌરિસ ઓબ્સ્ટફિલ્ડએ જણાવ્યુ કે, નાણાકીય સ્થિરતા માટે આરબીઆઇના સંદેશા પર સરકારનું ધ્યાન આપવું જરૂરી છે. તેમણે વોશિંગ્ટનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમ પણ જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ ક્યારેય નહિ ઇચ્છે કે સરકાર પોતાના રાજકીય મહત્વકાંક્ષા માટે કેન્દ્રીય બેંકના કામકાજમાં હસ્તક્ષેપ કરે

ભારત સરકાર અને આરબીઆઇ વચ્ચે હાલમાં ચાલી રહેલ વિવાદ અંગે થયેલા સવાલ પર ઓબ્સ્ટ ફિલ્ડે જણાવ્યુ કે, એ વાત પર દલીલો કરવામાં આવી રહી છે. કે નાણાકીય સ્થિરતા માટે કેન્દ્રીય બેકંને નિયંત્રણ આપવામાં આવે કે પછી કોઇ સ્વાયત્ત નિયામકને 1997માં બ્રિટને બંનેને અલગ કર્યા હતા અને ફરી બંનેને એકસાથે કર્યા. હું તેની પર કોઇને પક્ષ લેવા માંગતો નથી. પરંતુ મારો વિચાર છે કે નાણાકીય સ્થિરતા માટે કેન્દ્રીય બેંકે પગલા ભરવા જોઇએ

ખરેખરમાં પાછલા થોડા દિવસોમાં સમાચાર આવ્યા હતા કે રિઝર્વ બેંક પર પોતાની નજર રાખવા કેન્દ્ર સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર અંગેનો પ્રસ્તાવ મૂક્યો છે. મિડીયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકારે આરબીઆઇ બોર્ડને નિર્દેષ કર્યા હતા કે તે નાણાકીય સ્થિરતા, મૌદ્રિક નીતી અને ફોરન કરન્સી મેનેજમેન્ટ માટે એક પેનલ બનાવવામાં આવે તેને લઇને ફાઇનાન્સ બાબતોના જાણકારોનું માનવું છે કે તેનાથી વિશ્વની સૌથી ઝડપી આગળ વધનાર અર્થવ્યવસ્થાઓ પર રોકાણકારોનો વિશ્વાસ નરમ પડી શકે છે.

ત્યાંજ આરબીઆઇની સ્વાયત્તા ઓછી કરવાની કહેવાતા પ્રયત્નો વચ્ચે તેવા પણ સમાચાર હતા કે, રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ પોતાના પદથી રાજીનામું આપી શકે છે. જોકે પછી જણાવવામાં આવ્યું કે, આરબીઆઇ બોર્ડની બેઠકમાં તમામ મુદ્દાનો નીવેડો લાવવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp