ભાજપના આઇકે જાડેજાનું સપનું તૂટ્યું? સરકાર સંગઠનને કેમ વિશ્વાસમાં લેતી નથી?

PC: i0.wp.com

 

ભાજપના સિનિયર નેતા અને પૂર્વ શહેરી વિકાસ મંત્રી આઇકે જાડેજાએ અમદાવાદ માટે એક મોટું સ્વપ્ન જોયું હતું પરંતુ હાલની ભાજપની સરકારે તે સ્વપ્નને તોડી નાંખ્યું છે. એ સમયના ભાજપના નેતાઓ એટલા સંવેદનશીલ હતા કે શહેરોના વિકાસ માટે ગ્રુપ ડિસ્કસન રાખીને ચર્ચા કરી સર્વાનુમતે નિર્ણય લેતા હતા. સરકાર અને સંગઠનના લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.

આજનું ભાજપ અલગ છે. સ્વતંત્ર નિર્ણયોમાં પાર્ટીના સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવે છે. સરકાર કોઇ મોટો નિર્ણય લેતી હોય છે ત્યારે પ્રદેશના સિનિયર નેતાઓને પૂછવામાં પણ આવતું નથી. તત્કાલિન શહેરી વિકાસ મંત્રી આઇકે જાડેજાએ અમદાવાદ શહેર માટે અલગ યોજના વિચારી હતી. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ પછી શહેરની હદમાં વિસ્તાર થયો છે. તેમણે નક્કી કર્યું હતું કે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશની હદને બાંધી દેવામાં આવે, એટલે કે તેમાં નવા વિસ્તારો ઉમેરવાની જરૂર નથી.

તેમણે અમદાવાદમાં બે મેયરની ફોર્મ્યુલા અમલી બનાવવાનો પ્લાન ઘડ્યો હતો જેમાં મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સહમત પણ થયા હતા. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાલિકા અને ગ્રામ્ય વિસ્તાર ઉમેરીને સરકારે અમદાવાદને વધારે મોટું કરવાનો પ્રયાસ કર્યો છે જે સરવાળે જોખમી છે. આઇકે ની ફોર્મ્યુલામાં એવું હતું કે અત્યારની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદને બાંધી દેવી જોઇએ, જો કે તે સમયે બોપલ, ઘુમા કે પશ્ચિમ અમદાવાદના પાછળથી ઉમેરાયેલા વિસ્તારો ન હતા.

આઇકે જાડેજા ન્યૂ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એનએએમસી બનાવવા માગતા હતા જેમાં પાલિકા અને ગ્રામ્ય વિસ્તારોને જોડવાનું પ્લાનિંગ હતું. અમદાવાદમાં બે મહાનગરપાલિકાઓનું ચિત્ર બહુ સ્પષ્ટ હતું કે જે જેનાથી ગૂંચવાડા ઉભા થાય નહીં. હવે રૂપાણી સરકારે અમદાવાદની સ્થિતિ કોમ્પિકેટેડ બનાવી દીધી છે. રાજકીય રીતે નવા વિસ્તારોમાં કોર્પોરેટરોની સંખ્યા વધશે અને વોર્ડ પણ વધશે તેમ છતાં લોકોને જોઇએ તેવી સુખાકારી આપી શકાશે નહીં.

નદીના બન્ને કાંઠે વસેલા અમદાવાદ માટે બે મ્યુનિસિપલ કોર્પોરેશન એક ઉત્તમ વિકલ્પ હતો. અમદાવાદમાં બે મેયરોનું શાસન હોત તો ઓછા વિસ્તારમાં તેઓ વ્યવસ્થિત અને સરળ શાસન કરી શક્યા હોત પરંતુ હાલની ભાજપની સરકારે ક્યા પ્રદેશ નેતા સમજાવે. સરકાર જે નિર્ણયો લઇ રહી છે તેની પાર્ટીના નેતાઓને ખબર પણ હોતી નથી. આઇકે જાડેજાને પણ શહેરી વિસ્તારોમાં વધારો કરવામાં આવ્યો છે તેની ખબર નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp