ગુજરાતના 15 ગામડાંઓ બનશે સ્માર્ટ, NRGએ લીધી પ્રતિજ્ઞા

PC: khabarchhe.com
અમદાવાદના ટ્રેડ એડવાઈઇઝર જગત શાહે દેશના ગામડાંઓને સ્માર્ટ વિલેજમાં પરિવર્તિત કરવા નકકી કર્યુ છે. જગત શાહે તાજેતરમાં મેન્ટોર ઑન રોડ પ્રોજેક્ટ હેઠળ અમેરિકાના 34 શહેરોની મુલાકાત લઈ 1500થી વધુ બિનનિવાસી ભારતીયોને મળ્યા હતા. જગતભાઈએ તેમને પોતાનું વતન દત્તક લેવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને પ્રથમ તબક્કામાં 61 NRIએ નિર્ધાર વ્યક્ત કર્યો કે તેઓ પોતાનાં વતનના ગામને દત્તક લઈને સસ્ટેનેબલ સ્માર્ટ વિલેજ બનાવશે. તે માટે ખાસ SVP (સ્પેશિયલ પર્પઝ વ્હિકલ) બનાવીને પદ્ધતિસરનો સર્વે કરીને ગામની જરૂરિયાત પ્રમાણે ટૅક્નોલોજીના ઉપયોગ દ્વારા સ્વચ્છ, પ્લાસ્ટિક મુક્ત, બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બાયોગેસ વાપરતાં સ્માર્ટ વિલેજ બનાવવામાં આવશે.
 
મેન્ટોર ઑન રોડના સ્થાપક જગત શાહે જણાવ્યું કે, એક હજાર દિવસમાં આ તમામ ગામોને સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં વૈશ્વિક પરિમાણો પર આધારિત સ્માર્ટ ગામના 70 પરિણામો અને ભારતની વાસ્તવિકતા માટે અપનાવવામાં આવેલા ગામનો સંશોધન અહેવાલ રજૂ કરીશું. આ અહેવાલના આધારે જે NRIએ પોતાના ગામને દત્તક લીધું છે તેઓ ગામની મુલાકાત લઈ ગામની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજશે. સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ વિશે જાણી તેના આધારે પ્રાથમિક સર્વેક્ષણ કરશે. તેમનો એ પણ પ્રયાસ હશે કે ગામમાં બિઝનેસ મોડલ પણ ઉભું થાય અને તેના થકી ગામના યુવાનો માટે રોજગારીનું સર્જન થાય. આ
 
પ્રોજેક્ટની સૌથી મહત્વની બાબત એ છે કે ગામડાઓને આધુનિક બનાવવા જે ખર્ચ થશે તે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર,કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટિ ફંડ, ઓવરસીઝ ડેવલપમેન્ટ એજન્સી ફંડ તેમજ અન્ય સ્ત્રોતથી નાણાં એકત્ર કરવામાં આવશે. પોતાના ગામને દત્તક લેનારા NRIએ તો માત્ર થોડો સમય, ટૅક્નોલોજી આધારિત પોતાના સૂચનો, નેટવર્ક, એક્સેસ અને અનુભવનો લાભ જ આપવાનો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રહેતા NRI દ્વારા દેશભરના 61 ગામો દત્તક લેવામાં આવ્યા છે તેમાં ગુજરાતના સૌથી વધુ 15 ગામ દત્તક લેવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન મોદીનું વતન વડનગર, બોરીજ, ધર્મજ, ગોધાવી, ઓરણા, ગારિયાધાર સહિતના ગામોનો સમાવેશ થાય છે.
 
કેવી રીતે બનશે સ્માર્ટ વિલેજ?
  • દરેક ઘર પર રૂફ ટોપ. 
  • દરેક ગામમાં પવનચક્કી. 
  • દરેક ગામ સ્મોકલેસ બને તે માટે રાંધણ ગૅસ.
  • દરેક ખેડૂતને શાકભાજી સાચવવા સોલાર ડ્રાયર.
  • પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનવાશે ટોયલેટ.
  • દરેક ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે સિસ્ટમ.
  • વીજળીના ઉત્પાદન માટે બાયોગૅસ અને વેસ્ટનો ઉપયોગ.
  • શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્ય સેવા.
  • ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને પાકા રોડ.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp