નાણામંત્રીને કહ્યુ-5 વર્ષમાં 105 લાખ કરોડના આ પ્રોજેક્ટ પૂરા કરશે મોદી સરકાર

PC: thehindubusinessline.com

વર્ષ 2019ના છેલ્લા દિવસે વિત્ત મંત્રી નિર્મલા સીતારમને એક પ્રેસ કોન્ફરન્સ કરી એલાન કર્યું છે કે, આવનારા 5 વર્ષોમાં દેશના ઈન્ફ્રા ક્ષેત્રમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે. આ બાબતે બનાવવામાં આવેલી ટાસ્ટ ફોર્સ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવી છે.

આ સેક્ટરોમાં આવશે પ્રોજેક્ટઃ

નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે, મોટાભાગના પ્રોજેક્ટ પાવર, હેલ્થ, રેલવે, શહેરી, સિંચાઈ, ડિજીટલ સેક્ટરથી જોડાયેલા રહેશે. ટાસ્ક ફોર્સે પાછલા 4 મહિનામાં 70 સ્ટેકહોલ્ડરોની સલાહ લેવા માટે કુલ 70 બેઠક કરી હતી. તેમણે એ પણ એલાન કર્યું છે કે, દેશમાં પહેલીવાર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન કોઓર્ડિનેશન મેકેનિઝમની શરૂઆત કરવામાં આવશે,

નાણામંત્રી નિર્મલા સીતારમને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દર વર્ષે એક ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટનું આયોજન કરવામાં આવશે, જેની પહેલી મીટ 2020ના બીજી છમાસિક ક્વાર્ટરમાં થશે. 102 લાખ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ કેન્દ્રનો રહેશે અને 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાજ્યોના રહેશે. જે સ્ટેકહોલ્ડરની વાત કરવામાં આવી છે તેમાં મંત્રાલય, રાજ્ય સરકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ડેવલપર, બેંક વગેરે સામેલ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે, તેમાં 39 ટકા કેન્દ્રના, 39 ટકા હિસ્સો રાજ્યોનો અને 22 ટકા હિસ્સો ખાનગી ક્ષેત્રમાં રહેશે. ખાનગી ક્ષેત્રોનો હિસ્સો 2025 સુધી વધારીને 30 ટકા સુધી કરવાની કોશિશ થશે. આમાંથી 43 ટકા પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp