ILFSના વિવાદ પછી ગિફ્ટ સિટીમાં GIDC IT પાર્ક ડેવલપ કરાશે

PC: guidetogo.in

ગુજરાતના પહેલા સ્માર્ટ સિટી ગિફ્ટમાં હવે સરકાર એક નવો IT પાર્ક ડેવલપ કરી રહી છે. કેન્દ્ર સરકારના આદેશ પછી રાજ્ય સરકારે આ પાર્ક માટે જમીન ફાળવી છે. ગિફ્ટ સિટીમાં આઇએલએન્ડ એફએસના વિવાદ પછી હવે સરકાર જાતે જ આ IT પાર્ક ડેવલપ કરી રહી છે. સરકારે હવે નવો રસ્તો શોધ્યો છે. એક તરફ ગિફ્ટ સિટી નવા ડેવલપરને શોધી રહી છે ત્યારે કેટલાક પ્રોજેક્ટ સરકારે હાથ પર લીધા છે. સરકારના રસ્તા પ્રમાણે ગિફ્ટ સિટીની કેટલીક જમીન ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની ખરીદશે અને તે જમીન પછી GIDCને આપશે. આ જમીનમાં GIDC જાતે જ IT પાર્ક બનાવશે.

રાજ્યના ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી વિસ્તારમાં IT પાર્ક ડેવલપ કરવા માટે વાયબ્રન્ટ સમિટમાં તાઇવાનના ડેલિગેશને મુલાકાત લીધી હતી અને તેઓ મૂડીરોકાણ કરવા આતુર છે. એટલે કે તાઇવાન આ પ્રોજેક્ટ સરકારની ભાગીદારીમાં બનાવે તેવી સંભાવના છે. ગિફ્ટ સિટીમાં હાલ બે ટાવર બનેલા છે જેની માલિકી આઇએલએન્ડએફએસની છે. તેની કિંમત 1000 કરોડથી વધુ હોવાથી સરકાર અત્યારે તે ખરીદી શકે તેમ નથી પરંતુ ગિફ્ટ સિટીની બાકી બચેલી જમીનમાં સરકારે ડેવલપમેન્ટનો નવો પ્લાન વિચાર્યો છે. આ IT પાર્કની સાથે ગિફ્ટ સિટીમાં એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે.

સૂત્રો કહે છે કે 18મી ફેબ્રુઆરીથી લેખાનુદાન સત્ર આવી રહ્યું છે ત્યારે ગિફ્ટ સિટીના આ IT પાર્ક અંગે જાહેરાત થાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં ઇન્ફોસિટી અને રાહેજા IT પાર્ક પછી ગિફ્ટ સિટીમાં આ ત્રીજો IT પાર્ક બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp