રૂપાણી સરકાર ટીપી જાહેર કરે છે પરંતુ સર્વેયરો ક્યાં છે? પૂરતો સ્ટાફ નથી

PC: khabarchhe.com

ગુજરાત સરકાર શહેરોના વિકાસ માટે ટાઉન પ્લાનિંગની યોજનાઓ બનાવે છે પરંતુ કામ કરનારો સ્ટાફ નહીં હોવાથી યોજનાઓમાં અક્ષમ્ય વિલંબ થઇ રહ્યો છે. ગુજરાતના શહેરી વિકાસ વિભાગ પાસે પુરતા સર્વેયરો નથી તેથી શહેરોના વિકાસ પર અસર પડી છે. રાજ્યના કેટલાક અનુભવી પણ નિવૃત સર્વેયરોની હાલ સેવાઓ લેવામાં આવી રહી છે.

રાજ્યના આઠ મહાનગરો અમદાવાદસુરતરાજકોટવડોદરાજામનગરભાવનગરજૂનાગઢ અને ગાંધીનગર ઉપરાંત ક્લાસ-એ ના 16 શહેરોમાં સર્વેયરની આવશ્યકતા હોય છે. નવી કોઇ ટાઉન પ્લાનિંગ સ્કીમ બહાર પાડતા પહેલાં સર્વેયરની જવાબદારી રિપોર્ટ આપવાની છે.

સરકારના શહેરી વિકાસ વિભાગમાં સર્વેયરની મંજૂર થયેલી 168 જગ્યાઓ પૈકી હાલ માત્ર બેજ ભરાયેલી છેપરિણામે સ્કીમમાં વિલંબ થઇ રહ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીને વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં સર્વેયરોની નિયુક્તિ થતી નથી.જે ટીપી સ્કીમમંજૂર થાય છે તેમાં સર્વેયરની કામગીરી મહેસૂલ વિભાગના કર્મચારીઓ કરતા હોય છે.

જોકે શહેરી વિકાસ વિભાગને આ મહેકમ ફાળવવામાં આવેલું છે. કેટલીક વખત ટાઉન પ્લાનિંગ કચેરીને સર્વેયર શોધવા નિકળવું પડતું હોય છે. શહેરી વિકાસ વિભાગના સૂત્રો કહે છે કે રાજ્યના શહેરોના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ માટેની દરખાસ્તો શહેરોમાંથી મળતી હોય છે અને તે ઓનગોઇંગ પ્રોસેસ છે. શહેરી વિકાસ વિભાગ ટીપી સ્કીમોને મંજૂરી આપતું હોય છે પરંતું સ્ટાફની અછતના કારણે મંજૂરી આપવામાં ઘણીવાર અક્ષમ્ય વિલંબનો સામનો પણ કરવો પડે છે.

કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકાર સ્માર્ટ શહેરોના પ્રોજેક્ટમાં કામ કરી રહી છે ત્યારે સ્ટાફના અભાવે શહેરોના વિકાસના પ્રોજેક્ટ ખોરંભે પડે તે સ્થિતિનું નિર્માણ થવું ન જોઇએ. સરકાર વિવિધ શહેરોના ડેવલપમેન્ટ પ્લાન બનાવીને જાહેર કરે છે પરંતુ સ્ટાફના અભાવે ઝડપથી કામોશરૂ થઇ શકતા નથી.

પ્રાઇવેટ ડેવલપમેન્ટમાં રેરાના કાયદાના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્ર વિલંબથી ચાલે છે. શહેરોની સમસ્યા એવી છે કે ટીપી સ્કીમ ફાઇનલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારમાં રસ્તાપાણીગટરસ્ટ્રીટલાઇટ જેવા વિકાસના કામો થઇ શકતા નથી. ખાસ કરીને સરકારને જ ટેક્સનું ભારે નુકશાન થાય છે. ગુજરાતમાં ટાઉન પ્લાનરની 257 બ્રાન્ચ ઓફિસ છે અને ટીપી સ્કીમમાં 32 ટાઉન પ્લાનિંગ ઓફિસરો છે. સરકારને લખવામાં આવ્યું છે છતાં આ ખાલી જગ્યાઓ ભરાતી નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp