ગુજરાતમાં જે 40 વર્ષમાં ન થયું તે છેલ્લા 22 વર્ષમાં થયું છે

PC: khabarchhe.com

ગુજરાતમાં 2001થી 2017 દરમ્યાન વિકાસના જે આયામ સર્જવામાં આવ્યા છે તે કામ કોંગ્રેસે તેમના 40 વર્ષના શાસનમાં કદી કર્યું નથી. સૌનો સાથ સૌનો વિકાસ એ જીવનમંત્ર લઇને શાસન કરતી ભાજપની સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને સામાન્ય નાગરિકોની સુખાકારીમાં વધારો કર્યો છે. સર્વજન હિતાય, સર્વજન સુખાય એ સિદ્ધાંતમાં ભાજપ માને છે. જે શાસનના 40 વર્ષમાં ન થયું તે છેલ્લા 22 વર્ષમાં થયું છે.

ખેડૂત અને સિંચાઇ

  • પાક બચાવવા સિંચાઇના પાણી માટે આઠ ને બદલે 10 કલાક વિજળીની સુવિધાષ ખરીફ સિઝનમાં 6 લાખ ખેડૂતોને 1795 કરોડનું નુકશાન વળતર
  • સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી 4000 ગામડા અને 157 નગરોને પાણીની સુવિધા.
  • પ્રધાનમંત્રી પાક વિમાનો લાભ મળે તે માટે પાંચ ટકા પ્રિમિયમ ઉપરાંત રાજ્યની વધારાની ત્રણ ટકા પ્રિમિયમ રકમની સહાય
  • દેશવ્યાપી માર્કેટ મળે તે માટે 40 એપીએમસીનું ઇનેશનલ એગ્રીકલ્ચર માર્કેટ સાથે જોડાણ
  • મગફળી અને કપાસના ટેકાના ભાવ મળી રહે તે માટે ખરીદી.
  • લેન્ડ એક્વિઝિશન હેઠળના લોકઅદાલતના કેસોમાં સમાધાનની નાણાકીય મર્યાદા બે લાખથી વધારી પાંચ લાખ કરવાનો નિર્ણય
  • વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 14490 ચેકડેમ, 2854 ખેત તલાવડી, 6 લાખ હેક્ટરને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી સિંચાઇની સુવિધા
  • ખેડૂતોના કૃષિ ઉત્પાદનની વિક્રમી 1.25 લાખ કરોડની આવક, શ્વેતક્રાન્તિથી દૂધ ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પાંચમુ સ્થાન, પશુઓના આરોગ્ય માટે કામધેનું યુનિવર્સિટીની રચના

યુવા રોજગાર અને શિક્ષણ

  • સરકારની વર્ગ-3ની જગ્યાઓ પર વધુ તક આપવા પ્રતિક્ષાયાદીનું કદ બેવડું કરવાનો નિર્ણય. 10 ટકાના સ્થાને 20 ટકા પ્રતિક્ષા યાદી બનાવવામાં આવી છે.
  • બાંધકામ શ્રમયોગીને અકસ્માતે મોતના કેસમાં 1.50 સાથની સહાય.
  • ખેત વ્યવસાયમાં રોકાયેલા અસંગઠીત શ્રમયોગી માટેના વેતનદરમાં દૈનિક 178 અને કાયમી શ્રમયોગી માટે વાર્ષિક 64970 વેતન નક્કી કરાયું છે.
  • યુવાનોને સરકારી નોકરી માટે જીપીએસસીની પરીક્ષા દર બે વર્ષે લેવાનો નિર્ણય
  • રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા આઠ વર્ષથી નંબર વનના સ્થાને છે
  • ગુજરાતમાં 45 કરતાં વધુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

મહિલા અને બાળકલ્યાણ

  • ગુજરાત નશાબંધી ધારાને વધુ અસરકારક બનાવી દારૂબંધીને વધુ કડક બનાવવાનો નિર્ણય.
  • કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સીસીટીવી કેમેરાથી ગુના નિયંત્રણમાં ઝડપ લાવવાનો પ્રયાસ.
  • મહિલા અને બાળકોની સલામતી માટે સુરક્ષા સેતુ અને ટોલ ફ્રી હેલ્પલાઇન સુવિધા
  • મહિલાઓને પુરૂષ સમોવડી ગણી મહિલાઓના નામે મિલકતોની નોંધણીમાં સરકારની રાહતો
  • નારી સુરક્ષા નિતી દ્વારા કામ કરતી મહિલાઓને પણ સલામતીની વ્યવસ્થા પૂરી પાડી છે

વંચિતોનો વિકાસ

  • ગરીબ કલ્યાણ મેળાના નવમા તબક્કામાં 14.88 લાખ વંચિતોને 3862 કરોડની સહાય
  • બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનામાં સહાયની રકમ ગ્રામ્ય ક્ષેત્રે 45 હજારથી વધારી 70 હજાર કરવામાં આવી
  • અતિ ગરીબ લોકોના મૃતદેહ લઇ જવા સરકારી ખર્ચે વાહન વ્યવસ્થા.
  • પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જન્મશતાબ્દિ વર્ષને ગુજરાતમાં ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય.
  • વિધવા બહેનોનું પેન્શન વધારવાનો નિર્ણય- 1.52 લાખ વિધવાઓ પ્રત્યેકને મહિને 1000 રૂપિયાનું પેન્શન.
  • થાનગઢના દલિતોના મૃત્યુની ઘટના અંગે સીટની રચના અને પરિવારજનોને વધારાની બે લાખની સહાય

આદિવાસી

  • સિંચાઇ અને આદિજાતિ વિસ્તારોમાં 3065 કરોડના ખર્ચની મોટા કદની આઠ યોજનાઓ હાથ ધરવામાં આવી છે જેનો સીધો લાભ 50,000 હેક્ટર જમીનને થશે
  • રાજ્યના ઉંડાણના વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી આપવા છ યોજનાઓમાં 1700 કરોડનો ખર્ચ કરી 828 આદિવાસી ગામો અને ચાર શહેરોને સુવિધા
  • વન અધિકાર અધિનિયમ હેઠળ 80,000 આદિવાસી ખેડૂતોની મંજૂર થયેલી જમીનોની માપણી શીટ અને તેની નોંધોની નકલો આપવામાં આવી.
  • એકલવ્ય રેસિડેન્સ સ્કૂલોમાં પૂરા પગારથી શિક્ષકોની નિયુક્તિ અને આદિજાતિ વિસ્તારમાં આશ્રમશાળાઓના મકાન, તમામ આશ્રમશાળામાં ધોરણ-8ના વર્ગની મંજૂરી
  • આદિવાસી વિસ્તારમાં આવેલી સહકારી સંસ્થાઓ, બેન્કો, સુગર ફેક્ટરી, દૂધ ઉત્પાદક સંઘો અને એપીએમસીમાં એસટી બેઠકો અનામત
  • આદિજાતિ વિસ્તારમાં સાક્ષરતા દર અને ડ્રોપ આઉટ રેટમાં સુધારો, કન્યા કેળવણીને ઉત્તેજન, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અને કોલેજની સ્થાપના
  • પંચમહાલ જિલ્લામાં ગુરુગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના, નર્મદા જિલ્લામાં આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના
  • વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આદિવાસી યુવાનો માટે કૌશલ્ય વર્ધક તાલીમ અને નોકરીની તકો, પીપીપી આધારે રોજગારલક્ષી શિક્ષણ
  • વૈવિધ્યકરણ પ્રોજેક્ટથી આદિવાસી ખેડૂતોની આવક બમણી કરવાનો કાર્યક્રમ, આરોગ્ય કેન્દ્રોની સુવિધા

ગ્રામજન

  • રાજ્યના 6000 ગમડાં હાઇસ્પીડ ડિજીટલ કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યા છે
  • સ્માર્ટ વિલેજ યોજના હેઠલ રાજ્યના 300 ગામોને સ્માર્ટ વિલેજ તરીકે વિકસિત કરવાનો નિર્ણય
  • રાજ્યના 18000 ગામો અને 16254 પરાંઓને ઉત્તમ ગુણવત્તાયુક્ત બારમાસી રોડથી જોડવામાં આવશે. ત્રણ વર્ષમાં 10 હજાર કરોડની રકમ ખર્ચાશે
  • પ્રત્યેક ગામને ઇન્ટરનેટ અને વાઇફાઇથી સજ્જ કરવાનું આયોજન
  • ગુજરાતના છેવાડાના ગામડાઓમાં એસટી બસ પહોંચાડી છે. બસમથકોનું આધુનિકરણ કરવામાં આવ્યું છે

શહેરીજન

  • રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં 1250 ચોરસફુટ સુધીના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે પૂર્વમંજૂરી લેવામાથી મુક્તિ
  • રાજ્યની 60 નગરપાલિકાના ચીફ ઓફિસરની ખાલી જગ્યાઓ પર નિવૃત્ત અધિકારીની કરાર આધારિત નિયુક્તિ
  • સુરત રેલ્વેસ્ટેશનને વિશ્વનું પ્રથમનંબરનું મલ્ટી મોડલ ટ્રાન્કપોર્ટેશન હબ બનાવવાનો નિર્ણય
  • અમદાવાદમાં મેટ્રો ટ્રેનની યોજના, સુરત, વડોદરા આને સુરતમાં બીઆરટીએસ તેમજ મેટ્રોનું પ્લાનિંગ
  • દરિયા કિનારાના શહેરોનો વિકાસ, પોર્ટ વિકાસના પ્રોજેક્ટ્સ
  • પ્રત્યેક શહેરને વાઇફાઇથી જોડવાનું અભિયાન, તમામ શહેરોમાં ઇન્ટરનેટ સુવિધા
  • પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના સાધનો વિકસાવી માર્ગો પરનો ટ્રાફિક હળવો કરવાનું આયોજન
  • ગુજરાતના સાત શહેરોને સ્માર્ટ સિટી બનાવી અન્ય શહેરોના ડેવલપમેન્ટ માટેની યોજના તૈયાર કરવામાં આવી છે
  • શહેરી સુખાકારી માટે સ્વચ્છતા મિશન થકી શહેરોની સફાઇ કરવામાં આવી છે. માર્ગો પર વાહનોના પ્રદૂષણને ઓછું કરવા વાહનોને સીએનજી કરવા અનેક પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp