ગુજરાતના બિલ્ડરોની હાલત બની કફોડી, NPAમાં થઇ ગયો અધધ... વધારો

PC: livemint.com

ગુજરાતના હાઉસિંગ સેક્ટરમાં એનપીએનું પ્રમાણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. એક તરફ તૈયાર મકાનો વેચાતા નથી બીજી તરફ બેન્કના નિયમોના કારણે ગ્રાહકો હોમલોન લઇ શકતા નથી. કોરોના સંક્રમણના કારણે જે ગ્રાહકોની બેન્કલોન ચાલે છે તેમાં તેઓ હપ્તા ભરવા કેપેબલ નહીં હોવાથી બેન્કોની એનપીએ વધી રહી છે.

 સ્ટેટ લેવલ બેન્કર્સ સમિતિના મતે અત્યારે હાઉસિંગ સેક્ટરના એનપીએમાં 144 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં બેન્કોની હાઉસિંગ સેક્ટરની કુલ બિન પરફોર્મિંગ એસેટ્સ 2019-20માં વધીને 1502 કરોડ રૂપિયા થઇ છે જે ગવા ર્ષે માત્ર 615 કરોડ રૂપિયા હતી. હોમલોનમાં એનપીએનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે હોમલોન એડવાન્સિસમાં 42 ટકાનો વધારો છે.

જે નાણાંકીય સંસ્થાઓ હોનલોન આપે છે તેમની સ્થિતિ કફોડી બની રહી છે. ખાસ કરીને એમએસએમઇ સેક્ટરની સંસ્થાઓમાં એનપીએનું પ્રમાણ વધી રહ્યું છે જે હોમલોન વિભાગ પર અસર કરશે, કારણ કે મોટાભાગના હાઉસિંગ લોન ક્લાયન્ટ્સ એમએસએમઇ સાથે સંકળાયેલા છે.

મહાગુજરાત બેન્ક કર્માચારી મંડળના મહામંત્રી જનક રાવલે હાઉસિંગ લોનની એનપીએમાં સામાન્ય રીતે ક્યારેક આટલી તીવ્ર વૃદ્ધિ થતી નથી પરંતુ આર્થિક મંદીના કારણે બેકારી પણ વધી રહી છે જેના કારણે ઘર ખરીદનારા લોકો તેમની હાઉસિંગ લોનના હપ્તા ભરી શકતા નથી.

ગુજરાતમાં માર્ચ 2020માં શરૂ થયેલા કોરોના સંક્રમણ તેમજ લોકડાઉનના કારણે ભારતીય રીઝર્વ બેન્કે છ મહિના સુધી લોનધારકોને હપ્તા નહીં ભરવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ આ છ મહિનાનું વ્યાજ બેન્કો ત્યારપછીના હપ્તામાં વસૂલ કરી શકતી હોવાથી બહું ઓછા લોકોએ આ વિકલ્પ પસંદ કર્યો છે.

ગુજરાતના શહેરોમાં જે યુવાન લોકોએ બેન્કલોન લઇને પોતાના ઘર કે ફ્લેટ ખરીદ્યા છે તે પૈકી 65 ટકા લોકોએ તેને વેચીને લોન ભરપાઇ કરવાનો નિર્ણય કર્યો હોવાનું રિયલ એસ્ટેટના એક સંચાલકે કહ્યું હતું. આ સ્થિતિ જો ચાલુ રહી તો નવા મકાનો કે ફ્લેટ ખરીદાશે નહીં અને જે લોકોએ ખરીદ્યા છે તેને વેચવાની નોબત આવશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp