ગુજરાતમાં બે વર્ષમાં 1,00,000 કરોડનું રોકાણ આવશે

PC: kasikornbank.com

ગુજરાતમાં બે વર્ષમાં એક લાખ કરોડનું મૂડીરોકાણ આવે તેવી સંભાવના છે. 35થી વધુ મોટા રોકાણના પ્રોજેક્ટ્સને સરકાર ઔદ્યોગિક નીતિ હેઠળ મંજૂર કરવા જઈ રહી છે.

જાપાન, ચીન, તાઈવાન, દક્ષિણ કોરિયા અને યુરોપ જેવા દેશોની કંપનીઓના આશરે 26,220 કરોડ રૂપિયાની રોકાણની દરખાસ્તો છે. રસપ્રદ વાત એ છે કે ચીનની કંપનીઓ માત્ર રૂ. 18,100 કરોડનું રોકાણ કરે છે.

રોકાણકાર કંપનીઓ મુખ્યત્વે સ્ટીલ, ઓટો, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, સિમેન્ટ અને ટેક્સટાઇલ, રસાયણો, રિફાઈનરી પેટ્રોકેમિકલ્સ અને ટેક્સટાઇલ સેક્ટરમાં છે, જ્યારે વિદેશી કંપનીઓ સ્ટીલ, ઑટો-એન્સીલરી અને પેટ્રોકેમિકલ્સ સેક્ટર પર ધ્યાન આપી રહી છે.

રાજ્ય સરકારના રેકોર્ડ અનુસાર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની 30,000 કરોડની વિસ્તરણ યોજના ચાલી રહી છે. આઇઓસીએ માર્ચમાં વડોદરામાં તેની કોયલી રિફાઇનરી માટે વિસ્તરણ યોજનાની જાહેરાત અને 2020 એપ્રિલ સુધી તેને પૂર્ણ કરવાની દરખાસ્ત કરી છે.

રૂ. 5,000 કરોડથી વધુના કેટલાક અન્ય એક્ઝેક્યુશન ફાઇનલ સ્ટેજ પર છે. પેટ્રોલિયમ સેકટરમાં બે મોટા રોકાણ-રશિયાના રોન્સેફ્ટ (રૂ. 84,500 કરોડ) અને તાઇવાનના CPC કોર્પોરેશન (રૂ. 41,600 કરોડ) દ્વારા ખાત્રી આપવામાં આવી છે.

રશિયન ઓઇલ કંપની રોન્સેફ્ટ અને તેના ભાગીદારોએ ગયા વર્ષે એસ્સાર ઓઇલનું સંપાદન કર્યું હતું અને જામનગરની નજીક વાડીનાર રિફાઇનરીની રિફાઇનિંગ ક્ષમતાને વાર્ષિક 40 મિલિયન ટન (MTPA)માં બમણી કરી દીધી છે.

જો આ બે મોટા રોકાણો સમયસર પ્રક્રિયા પૂર્ણ કરે તો આગામી બે વર્ષમાં રાજ્યમાં રોકાણ રૂ. 2 લાખ કરોડથી વધુ થવાની સંભાવના છે.

ઉદ્યોગ અને ખાણો વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસે જણાવ્યું હતું કે, "અમને આશા છે કે રૂ. 1.5 લાખ કરોડથી વધુનું રોકાણ બે-ત્રણ વર્ષમાં અમલમાં આવશે. મુખ્યમંત્રી નિયમિત ધોરણે રૂ. 500 કરોડથી વધુ મૂલ્યના કી પ્રોજેક્ટોની સમીક્ષા કરે છે.

ગુજરાતમાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસવે, ધોલેરા SIR, મંડલ બેચરજી SIR, DMC, DFC પ્રોજેક્ટ્સ કાર્યરત થશે અને મોટા રોકાણ આકર્ષશે ત્યારે 2022 સુધીમાં ગુજરાતમાં અપેક્ષા કરતાં વધુ મૂડીરોકાણ થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp