Khabarchhe.comના અહેવાલની અસર,આખરે પંચમહાલના આ હેન્ડપંપને હાથો મળ્યો

PC: Khabarchhe.com

કોરોનાના કહેર વચ્ચે જ્યારે સમગ્ર તંત્ર તેની સામે લડવામાં જોતરાયેલું છે ત્યારે પંચમહાલના એક નાનકડા ગામડામાં હેન્ડપંપનો હાથો તૂટી જતા પીવાના પાણીની તકલીફ ઊભી થઇ હતી. લોકોએ લાકડાનો હાથો જોડી પંપનો ઉપયોગ શરૂ કર્યો હતો પરંતુ તે પણ વાંરવાર તૂટી જતો હતો. અંતે ખબરછેડોટકોમમાં આ અંગેનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો અને તંત્ર દ્વારા રિપેંરીંગ કરાતા લોકોના પીવાના પાણીની તકલીફ દૂર થઇ છે. જ્યારે ગરમી વધી રહી છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીને પણ લોકોએ બિરદાવી હતી. 

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલૂકાના ભામૈયા ગામના આદિવાસી સમાજની વસ્તી ધરાવતા નાયક ફળીયામાં આવેલા હેંડપંપની વાસ્તવિક પરિસ્થિતિને રજુ કરતો ચિતાર Khabarchhe.comમાં પ્રસિધ્ધ કરવામા આવ્યો હતો.જેમા હેન્ડપંપની પરિસ્થિતી જોવા જેવી હતી. હેન્ડપંપ તો હતો પણ તેનો હાથો ન હતો. આથી ગામ લોકોએ તૂટેલા હેંડપંપમાથી પાણી કાઢવાનો જાતે જૂગાડ શોધી નાખ્યો હતો.જેમા હેંડપપંની સાકળને લાકડાનો હાથો બનાવીઁને પાણી કાઢવામા આવતું હતું,જોકે આમા હાથો તુટી જવાનું જોખમ પણ હતુ. આ મામલે અહિના સ્થાનિકો દ્રારા પણ તંત્રને રજુઆત કરવામા આવી હતી.

જોકૈ આ પરિસ્થિતિને લઇને ખબરછે.કોમ દ્રારા પોતાની સામાજીક જવાબદારી સમજીને અહેવાલ 4 એપ્રીલના રોજ પ્રકાશિત કરવામા આવ્યો હતો.જેના પગલે તંત્ર હરકતમા આવ્યુ હતૂ. અહેવાલ પ્રકાશિત થયાના બે દિવસમા તંત્ર દ્રારા હેંડપંપને લાકડાના હાથામાથી જાણે મુકત કરવામા આવ્યો હતો.અને નવો હેંડપંપ મૂકવામા આવ્યો હતો. હેંડપંપ નવો મૂકવામા આવતા અહીના સ્થાનિકોને જાણે પાણીની સમસ્યા સામે જંગ જીત્યો હોય તેમ અનુભવતા હતા. અને પાણી ભરતા નજરે પડતા હતા.આ મામલે સ્થાનિકો દ્રારા ખબરછે.મીડીયા ટીમનો આભાર માનવામા આવ્યો હતો. અત્રે નોધનીય છે.કે ઊનાળાની શરુઆત થઇ ગઇ છે.ત્યારે આવા પંચમહાલ જીલ્લામાં તૂટેલા અને બંધ પડેલા હેંડપંપની પણ તપાસ કરીને મરામત કરવી જરુરી છે. 

અગાઉ પ્રકાશિત કરાયેલી સ્ટોરી નીચેની લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાય છે.

https://khabarchhe.com/news/there-is-a-hand-pump-in-panchamahal-district-but-no-hands

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp