હુન્ડાઇ 1025 કરોડના 96 કોચ અમદાવાદ મેટ્રો રેલને આપશે

PC: ctvnews.ca

સાઉથ કોરિયાની કંપની હુન્ડાઇ રોટેમને અમદાવાદ મેટ્રોરેલના કોચ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કંપની 96 કોચ મેટ્રોરેલ માટે આપશે અને આ કોન્ટ્રાક્ટની કિંમત 1025 કરોડ રૂપિયા છે.

અમદાવાદના મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે મેગા નામની એક કંપની બનાવવામાં આવી છે. આ કંપનીએ જણાવ્યું હતું કે સાઉથ કોરિયાની કંપનીને આ રેલના કોચ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રોના પહેલા તબક્કામાં 39 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. હુન્ડાઇ રોટેમ કંપની પ્રથમ તબક્કા માટે 32 થ્રીકાર ટ્રેન સિટ્સ મેટ્રો કંપની મેગાને આપશે.

આ કોચમાં સીસીટીવી કેમેરા હશે. પેસેન્જર સેફ્ટિ હશે. ફાયદ ડિટેક્ટર હશે. વ્હિલચેરની જગ્યા હશે. એલઇડી રૂટ ગાઇડ ઇન્ડિકેટ્સ હશે અને એલસીડી પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસપ્લે સિસ્ટમ લગાવેલી હશે.

મેગા કંપનીએ ચાઇનાની એક કંપની સીઆરઆરસીને ડિસ્ક્વોલિફાય કરી હતી તેથી આ કંપની ગુજરાત હાઇકોર્ટમાં ગઇ હતી પરંતુ કોર્ટે કંપનીની અરજીને રદ કરી હતી. ચાઇનાની આ કંપનીએ મેગાને કોચ સપ્લાય કરવા બીડમાં ભાગ લીધો હતો.

અમદાવાદ મેટ્રોરેલની સ્પીડ કલાકના 80 કિલમીટરની હશે અને તે 782 પેસેન્જરોને લઇ જશે. હાલની સ્થિતિએ દિલ્હીની જેમ મેટ્રોરેલની ટીકીટના દર 10 રૂપિયા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રેલ્વે કોચના બિડીંગમાં ચાઇનાની કંપની ઉપરાંત હુન્ડાઇની કંપની, અલસ્ટ્રોમ અને બોમ્બાર્ડિયરનો સમાવેશ થતો હતો જે પૈકી હુન્ડાઇને આ ઓર્ડર આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp