ટેક્સના 5000 કરોડ રૂપિયા વસૂલ કરવા આ લોકોની પાછળ પડ્યું ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ

PC: indiafilings.com

ઈનકમટેક્ષ ડિપાર્ટમેન્ટ એવા લોકોની પાછળ પડ્યું છે. જેણે પોતાની મૂડીની ચૂકવણી કર્યા વગર સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ પેમેન્ટના ક્રેડિટ હાંસલ કરેલ છે. કરદાતાઓ પર ડિપાર્ટમેન્ટના પાંચ હજાર કરોડ રૂપિયા બાકી છે. ખરેખરમાં આવી સ્થિતી તે માટે પેદા થઇ છે કારણકે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ગત નાણાકીય વર્ષના ઇનકમટેક્ષ રિટર્નની પ્રોસેસિંગ ન કરી શક્યા. તે માટે તે આ બાકીની રકમને વસૂલવા માટે હવે અસેસીજ સાથે સંપર્ક કરી રહ્યું છે.

વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા આ વાત જણાવવામાં આવી. એક વરિષ્ઠ અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ કે, અમે તેને રિમાઇન્ડર મોકલી રહ્યા છે. અને બાકીના ચૂકવવાનો આગ્રહ કરી રહ્યા છે. જેથી ટેક્સ રિટર્ન્સની પ્રોસેસિંગ કરવામાં આવી શકે.

ઇન્કમટેક્ષ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાં કેટલાક ટેક્સ પેયર્સ સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ ચૂકવવા રાજી છે. જોકે, ટેક્સ પેયરને એ વાતની માહિતી નથી મળી રહી કે, આખરે ટેક્સ પેમેન્ટ કેવી રીતે ન થઇ શક્યું. ખાસ કરીને ત્યારે જ્યારે સુવિધાઓનો દુરઉપયોગ રોકવા માટે ચેક્સ એન્ડ બેલેંસેજની સારી સિસ્ટમ કામ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યુ કે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે બેંક ચલણની સાથે BSR નંબર અટેચ કરાવમાં આવે છે. ઇનકમટેક્ષ ડિપાર્ટમેન્ટના ટેક્સ પ્લેટફોર્મ પર પેમેન્ટની વાત પણ જોવા મળે છે. ભલે ને પછી આ પ્રકારની ગડબડી અતીતમાં કરવામાં આવી હોય. પરંતુ ડિપાર્ટમેન્ટ હવે ઇલેક્ટ્રોનીક ફાઇલિંગ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ ટેકનોલોજી પ્લેટફોર્મના કારણે પહેલા કરતા વધુ સારી સ્થિતીમાં છે.

ખરેખરમાં, ઓથોરીટીઝ ચાલુ નાણાકીય વર્ષના ટોટલ ટેક્સ કલેક્શનનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે તમામ સંભવિત સ્ત્રોતને તપાસવામાં આવી રહ્યા છે. સરકારને પણ લાગી રહ્યું છે કે આ ગતિવીધીઓથી વસ્તુ તેમજ સેવા કર કલેક્શનમાં કમીના કારણો અંગે પણ માહિતી મળશે. સૂત્રોનું કહેવું છે કે બજેટમાં જેટલા કર સંગ્રહ અંગે અનુમાન લગાવવામાં આવેલ હતું. તેટલું ટેક્સ કલેક્શન સંભવ થઇ શકશે નહિ. જોકે સરકાર જ્યારે એક ફેબ્રૂઆરીએ સંસદની પટલ પર પોતાનુ રિસર્ચ મૂકશે તો તે GDPના 3.3 ટકા રાખવાનું લક્ષ્ય જરૂર પૂર્ણ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp