GIDC વિસ્તારમાં મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં ઉદ્યોગોની સ્થાપના, 32માં અમલવારી શરૂ

PC: khabarchhe.com

ગુજરાતમાં વધતા જતા ઔદ્યોગિકરણ સામે ઔદ્યોગિક વસાહતોમાં જગ્યાની અછત હોવાના કારણે સરકારે મલ્ટીસ્ટોરિયેડ શેડ ઉભા કરવાની એક યોજના બનાવી હતી જેમાં અત્યાર સુધીમાં 42 વસાહતોમાં આ પ્રકારના શેડની કામગીરી ચાલી રહી છે. આ શેડના કારણે એક કરતાં વધુ એકમોને ઔદ્યોગિક વિસ્તારમાં સમાવી શકાશે. આ શેડ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને રાહત દરે ફાળવવામાં આવે છે. આ કામગીરી ખુદ ઔદ્યોગિક વિકાસ નિગમ કરી રહ્યું છે.

ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નિગમ તરફથી નાના અને મધ્યમ ઉદ્યોગોને પોષણક્ષમ ભાવે શેડ મળી રહે તે હેતુથી રાજ્યની 42 જીઆઇડીસી વિસ્તારમાં બહુમાળી શેડ બનાવવાનું આયોજન છે જે પૈકી 32 બહુમાળી શેડની અમલવારી શરૂ કરવામાં આવી છે જેમાં અંદાજીત 50 ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતા 696 શેડ તેમજ 100 ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતા 508 શેડ મળીને કુલ 1204 શેડ બનાવવામાં આવી રહ્યાં છે. 32 બહુમાળી શેડ પૈકી 27ના કામ પૂર્ણ થયાં છે. ચારની કામગીરી ચાલી રહી છે.

પ્રસ્તુત યોજના હેઠળ અંદાજે 100 ચોરસમીટર અને 50 ચોરસમીટરના મલ્ટીલેવલ પ્લગ એન્ડ પ્લે શેડનું આયોજન કરવામાં આવ્યું છે જેથી લધુ અને શૂક્ષ્મ કક્ષાના એકમો તેમનું ઉત્પાદન તાત્કાલિક શરૂ કરી શકશે. નિગમ દ્વારા ઉપરોક્ત શેડ પૈકી સાણંદમાં બે, ચિત્રા, છત્રાલ, દિયોદર, મહેસાણામાં બે, રણાસણ અને સિદ્ધપુરમાં 99 વર્ષના ભાડાપટ્ટાને બદલે માસિક ભાડા પદ્ધતિથી શેડની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ તરફથી રાજ્યમાં કુલ 11 વસાહતો એવી છે કે જ્યાં મહિલા ઔદ્યોગિક પાર્ક અથવા તો એમએસએમઇ પાર્ક વિકસાવવામાં આવ્યા છે. આ પાર્કમાં માત્ર મહિલા ઉદ્યોગ સાહસિકોને જ એકમો સ્થાપવાની મંજૂરી આપવામાં આવે છે. રાજ્યસ્તરે પ્રથમ વખત મહિલા ઔદ્યોગિ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp