બુલેટ ટ્રેન માટે જમીનની બળજબરી માપણી, ખેડૂતોને ડિટેઈન કરાયા

PC: Khabarchhe.com

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધલુડી ગામ ખાતે બુલેટ ટ્રેન માટે અચાનક જમીનની માપણી કરવા કેટલાક અધિકારીઓ પોલીસના કાફલા સાથે પહોંચ્યા હતા. કોઈ પણ આગોતરી જાણકારી, નોટિસ કે યોગ્ય વળતરની ખાતરી આપતું પ્રમાણપત્ર આપ્યા વિના અધિકારીઓ પહોંચતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આ તમામને બારડોલી પોલીસના ઇન્સ્પેક્ટર વળવી સહિતના સ્ટાફે ડિટેઈન કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ભાટિયા ટોલના વિરોધની બેઠકમાં સાયણ સુગર ખાતે વ્યસ્ત ખેડૂત આગોવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને કલેક્ટરને મળીને રજૂઆતનો તખ્તો ગોઠવ્યો છે. જોકે, બીજી તરફ, અધિકારીઓ બળજબરીથી માપણી કરીને રવાના થયા છે.

પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરાયેલા ખેડૂત પ્રવિણભાઈ પટેલે જણાવ્યું હતુ કે, સવારે સાડા દસ વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી માટે અચાનક કેટલાક અધિકારીઓ પોલીસને સાથે રાખી ખેતરમાં ઉતરી પડ્યાં હતા. આઠથી દસ ખેડૂતોની જમીનમાંથી બુલેટ ટ્રેનો ટ્રેક જતો હોવાથી તેઓએ સ્થળ પર જઈને વિરોધ કર્યો હતો.

અમે રજૂઆત કરી હતી કે અમને માપણી અંગેની કોઈ આગોતરી નોટિસ આપી નથી, કેન્દ્ર સરકારના નિયમને જોતા જંત્રી મુજબ ભાવો નક્કી કરી તેના ચાર ગણા વળતર અંગેના પ્રમાણપત્રો પણ અપાયા નથી. માપણી કરવા આવેલા અધિકારીઓ મૌખિક કહી રહ્યાં છે કે એક ચોરસમીટરના 708 રૂપિયા ભાવ પ્રમાણે ‌વળતર અપાશે પણ અમને લેખિત આપતા નથી. તો કેવી રીતે તેમના વિશ્વાસ થઈ શકે. અમને સાથે આવેલી પોલીસ બળજબરીથી ઉચકી લાવી છે અને અધિકારીઓ માપણી કરી રહ્યાં છે. જે ખોટુ છે. ખેડૂતોનું કહેવું છે કે અમારા આગેવાનો સાયણ સુગરમાં બેઠકમાં વ્યસ્ત છે ત્યારે તે સમયે આવીને અમારી જમીનમાં ખોટી રીતે પ્રવેશી બળજબરી માપણી થઈ રહી છે.

કલેક્ટરે બાંયેધરી આપી હતી કે બળજબરી નહીં કરાય

થોડા સમય પહેલા આ વિસ્તારની વિઝિટ માટે આવેલા સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે ખેડૂતોને બાંયધરી આપી હતી કે તમારો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે તેના નિરાકરણ સુધી તમને ખોટી રીતે હેરાન નહીં કરાય પરંતુ આજે બળજબરી માપણી કરાય રહી છે તે યોગ્ય નથી એવુ ખેડૂતોએ કહ્યું હતું. આ અંગે અમે કલેક્ટરનો સંપર્ક કર્યો પણ તેઓ કોઈ બેઠકમાં વ્યસ્ત હોવાથી વાતચીત કરી શકાય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp